શિકાગો બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા સમર પિકનિકનું આયોજન સ્થાનિક ફોરેસ્ટ રીઝર્વ પાર્કમાં કરવામાં આવ્યું હતું જેમાં અબાલ વૃધ્ધ સૌએ સાથે મળીને સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી હસી-ખુશી અને વિવિધ રમતગમતો રમી મઝા કરી હતી.

દરેક સદસ્યોની પસંદગીને ધ્યાનમાં રાખીને સેન્ડવીચ, ફળો, ઠંડા પીણાં, આઈસ્ક્રીમ, લાઈવ ભજીયા અને ગુજરાતી ડીનરનું વિશાળ મેનુ બનાવાયું હતું અને તો ખાસ સ્વામિનારાયણ અને જૈન આહાર વિકલ્પો ઉપલબ્ધ રાખ્યા હતા.

સંસ્થાના પ્રમુખ નિલેશ બારોટ (IL)એ ઇલિનોઇ વિસ્તારમાં રહેતા સૌને ઇલિનોઇ બ્રહ્મભટ્ટ સમાજના આગામી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી હતી. પિકનિકનું સોશિયલ મીડિયા પર લાઈવ પ3સારણ કરવામાં આવ્યું હતું. ઉપપ્રમુખ ફાલ્ગુની બ્રહ્મભટ્ટ (IL)એ ઉપસ્થિત રહેનાર અને સાથ સહકાર આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY