પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બેંક ઓફ ઈંગ્લેન્ડે પોતાનો વ્યાજ દર 4.25 ટકાથી ઘટાડીને 4 ટકા કર્યો છે. બેન્કની મોનેટરી પોલીસી કમીટીમાં 0.25 ટકાના ઘટાડા માટે ખૂબ જ ચાર્ચા વિચારણી કરવામાં આવી હતી. આ પગલાથી ઉધાર લેવાનો ખર્ચ માર્ચ 2023 પછીના તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે અને કેટલાક મોરગેજ ધારકો, ખાસ કરીને ટ્રેકર મોરગેજ ધરાવતા 600,000 લોકો માટે આ ઘટાડો માસિક ચુકવણીમાં ઘટાડો લાવે તેવી અપેક્ષા છે. ઉદાહરણ તરીકે, 25 વર્ષના સરેરાશ £250,000 સ્ટાન્ડર્ડ વેરિયેબલ રેટ મોરગેજ પર કરવામાં આવતી ચુકવણીમાં દર મહિને લગભગ £40નો ઘટાડો થશે.

બેંકે ફુગાવા પર દબાણનો ઉલ્લેખ કર્યો છે, જે હવે તેના લક્ષ્ય કરતાં બમણો એટલે કે સપ્ટેમ્બરમાં 4 ટકાની ટોચ પર પહોંચવાની અપેક્ષા છે. આ ફુગાવા માટે રોજગાર ખર્ચમાં વધારો, વૈશ્વિક હવામાન-સંબંધિત પુરવઠા સમસ્યાઓ અને નવા પેકેજિંગ નિયમો જવાબદાર છે. ભાવ વધારાના કારણે ઘણા ગ્રાહકો રીટેલ કંપનીઓ પોતાના ખુદની બ્રાન્ડ તરફ વળ્યા છે.

બેંકે એપ્રિલ-જૂન માટે ફક્ત 0.1 ટકા GDP વૃદ્ધિની આગાહી કરતાં કહ્યું હતું કે યુએસ ટેરિફ વૃદ્ધિને 0.2% ઘટાડશે. જ્યારે કેટલાક વિશ્લેષકો વધુ કાપની અપેક્ષા રાખે છે અને ભવિષ્યના ઘટાડા અંગે અનિશ્ચિતતા ઊભી કરી છે.

LEAVE A REPLY