એક મહિલા દર્દીએ દાવો કર્યો છે કે લંડનની વિખ્યાત હાર્લી સ્ટ્રીટ ખાતે આવેલા હાર્લી સ્ટ્રીટ સ્માઇલ ક્લીનીકના 28 વર્ષના ડેન્ટીસ્ટ ડૉ. સાહિલ પટેલે ‘મારો ઉપયોગ કરી મને છૂટી કરી દીધી હતી અને સેવોયમાં ખાણી-પીણી કર્યા બાદ તેણીના ખુદના હોટેલ રૂમમાં ટ્રીટમેન્ટ પછી સેક્સ માણ્યું હતું. તે દર્દીએ દાવો કર્યો છે કે તેણે ડેન્ટીસ્ટનો પીછો કર્યો ન હતો અને તેને સંદેશા મોકલ્યા ન હતા. ડો. પટેલ જો ‘ગેરવર્તન માટે જવાબદાર ઠરશે તો તેમને જનરલ ડેન્ટલ કાઉન્સિલ દ્વારા પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.

ડેન્ટલ કાઉન્સિલને જણાવાયું હતું કે ‘’28 વર્ષીય ડૉ. સાહિલ પટેલે એક પબમાં દર્દીને બે વાર મળ્યા હતા અને મોબાઇલ ફોન નંબર આપ્યો હતો.  ત્યારબાદ તે ગત વર્ષે 1 નવેમ્બર, 2019ના રોજ દર્દીની ટ્રીટમેન્ટ કરી લંડનના સેવોય ખાતે જમવા માટે લઇ ગયા હતા. ત્યાં અંડરગ્રાઉન્ડ ટ્રેનો નથી તેથી તે ઘરે જઇ શકે તેમ નથી એમ કહી ડો. પટેલે અડધી રાત સુધી પીવાનું ચાલુ રાખ્યું હતું. તે પછી ડૉ. પટેલ તે મહિલા સાથે શેરીના નાકે આવેલી તેણીની હોટલના રૂમમાં ગયા હતા અને શરીર સંબંધ માણ્યો હતો.’’

તે મહિલાએ ડેન્ટીસ્ટને મેસેજીસ મોકલ્યા હતા કે મળતા પહેલા તેને શાવર લેવાની જરૂર જણાવીને તે ફ્લર્ટિંગ કરતી હતી. તે મહિલાએ ડિનર પૂર્વે ડો. પટેલને પોતાની રૂમમાં કપડા બદલવા દેવા ઓફર કરી હતી તેમજ મેસેજ પછી કીસની ઇમોજી સીમ્બોલ્સ મોકલ્યા હતા તેવી પણ ટ્રાઇબ્યુનલ સમક્ષ દલીલ કરાઇ હતી.

ડૉ. પટેલ બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા અને રિસ્ટોરેટિવ ડેન્ટિસ્ટ્રી, ઓર્થોડોન્ટિક્સ અને પેડિઆટ્રિક્સમાં યોગ્યતા પ્રાપ્ત કરી હતી. તેમણે સપ્ટેમ્બર 2016માં હાર્લી સ્ટ્રીટ પ્રેક્ટિસમાં જતા પહેલા એક વર્ષ કોર્નવાલમાં કામ કર્યું હતું. તેઓ રોયલ નેવી રિઝર્વમાં પણ સેવા આપે છે. ડૉ. પટેલે એ હકીકત સ્વીકારી છે કે તેઓ મહિલા સાથે સુઇ ગયા હતા પરંતુ નકારી કાઢ્યું હતું કે તેણી તે સમયે તેની દર્દી હતી. ફરિયાદીના કેટલાક પુરાવા ખાનગીમાં સાંભળવામાં આવ્યા હતા

આ અંગે લંડનના મેરીલબોનમાં સુનાવણી યોજવામાં આવી રહી છે.