હોંગકોંગમાં વિધાનસભાની ચૂંટણી રદ કરવાના સરકારના નિર્ણય વિરુદ્ધ રવિવારે થયેલા દેખાવો દરમિયાન પોલીસે 289 લોકોની ધરપકડ કરી હતી. આ ચૂંટણી રવિવારે જ થવાની હતી. સ્થાનિક નેતા કેરી લેમે તે 31 જુલાઇએ એક વર્ષ માટે રદ્ કરી હતી. લેમે ચૂંટણી રદ્ કરવા માટે કોરોનો વાઇરસના કેસમાં વધારાને જવાબદાર ગણાવ્યો હતો. જો કે, ટીકાકારોએ જણાવ્યું હતું કે, તેમની સરકાર એ બાબતે ચિંતિત હતી કે, નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચૂંટણી થઇ તો વિરોધ પક્ષની બેઠકો વધી જશે. પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરાયેલાઓમાં મોટાભાગના લોકોને ગેરકાયદે એકત્ર થવાના આરોપમાં પકડવામાં આવ્યા છે. પોલીસે ફેસબુક પર જણાવ્યું હતું કે, આઝાદીના નારા ગાવવાના અને હુમલો કરવાના આરોપમાં એક મહિલાની યવ મા તેઇ વિસ્તારના કોવ્લૂન જિલ્લામાં ધરપકડ કરવામાં આવી હતી. તે અંગે જણાવવામાં આવ્યું હતું કે, નવા લાગૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત આવી નારેબાજી ગેરકાયદે છે. જૂન 2019થી લગભગ દર અઠવાડિયે હોંગકોગમાં સરકાર વિરોધી દેખાવો થઇ રહ્યા છે