10 killed 4 injured in road accident near Vadodara
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતમાં ૨૦૨૧માં રોડ અકસ્માતમાં ૧.૭૩ લાખ લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં અકસ્માતથી સૌથી વધુ મૃત્યુ થયા છે, એમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ના તાજેતરના અહેવાલમાં જણાવાયું હતું.
આ રીપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશમાં રોડ અકસ્માતને કારણે ૨૪,૭૧૧ અને તમિલનાડુમાં ૧૬,૬૮૫ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

દેશમાં ટ્રાફિક અકસ્માતની સંખ્યા ૨૦૨૦ના ૩,૬૮,૮૨૮થી વધી ૨૦૨૧માં ૪,૨૨,૬૫૯ થઈ હતી. કુલ ટ્રાફિક અકસ્માતમાં સૌથી વધુ ૪,૦૩,૧૧૬ રોડ એક્સિડેન્ટ્સ, ૧૭૯૯૩ રેલવે અકસ્માત અને ૧૫૫૦ રેલવે ક્રોસિંગ અકસ્માત હતા.
રીપોર્ટમાં જણાવ્યા અનુસાર આવા ટ્રાફિક અકસ્માતને કારણે ૨૦૨૧માં ૩,૭૩,૮૮૪ લોકોને ઇજા અને ૧,૭૩,૮૬૦ લોકોના મૃત્યુ થયા હતા. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૨૪,૭૧૧ મોત નોંધાયા હતા. તમિલનાડુ ૧૬,૬૮૫ અને મહારાષ્ટ્ર ૧૬,૪૪૬ મૃત્યુ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. ટ્રાફિક અકસ્માતથી થયેલી જાનહાનિમાં આ ત્રણ રાજ્યનો હિસ્સો અનુક્રમે ૧૪.૨ ટકા, ૯.૬ ટકા અને ૯.૫ ટકા છે