વડોદરા જિલ્લામાં 9 જુલાઈએ મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં પછી મંગળવાર, 15 જુલાઈએ જૂનાગઢ જિલ્લાના માંગરોળના આજક ગામે વધુ એક બ્રિજ તૂટી ડેમોલિન દરમિયાન પડ્યો હતો. આ દુર્ઘટનામાં કેટલાંક લોકો નદીમાં ખાબક્યા હતાં. જોકે સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.
બ્રિજના રિપેરિંગ તેનો એક સ્લેબ તૂટી પડ્યો હતો અને તેનાથી કામદારો નીચે ખાબક્યા હતાં. આ બ્રિજ આત્રોલીથી કેશોદ તરફ જવાના રસ્તે આવેલો હતો. હીટાચી મશીન સાથે કુલ 6થી વધુ લોકો નદીમાં ખાબકી ગયા હતા. જોકે ઘટનાસ્થળે હાજર ટીમને કારણે તમામને બચાવી લેવામાં સફળતા મળી હતી. આ પુલ 20 થી 22 વર્ષ જૂનો હતો.
આ દુર્ઘટના અંગે ધારાસભ્યનું દેવા માલમે જણાવ્યું હતું કે આ બ્રિજ પહેલાથી જર્જરિત જ હતો અને તેને તોડવાનો જ હતો. તેનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ તે તૂટી પડ્યો હતો અને બ્રિજ પર ઊભેલા લોકો નદીમાં ખાબક્યા હતાં. લોકોને ઘટનાસ્થળે હાજર લોકોએ જ બચાવી લીધા હતાં.
જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવાસિયાએ જણાવ્યું હતું કે આત્રોલી અને કેશોદ ગામોને જોડતા જર્જરિત પુલનો સ્લેબ તોડી પાડવામાં આવી રહ્યો હતો ત્યારે તે તૂટી પડ્યો હતો. નદીના પ્રવાહમાં પડી ગયેલા લોકો પુલ પર એકઠા થયેલા લોકો હતા.સાવચેતીના પગલા તરીકે પાંચ મીટરના બે સ્પાનવાળા રેમશેકલ પુલને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.જૂનાગઢ જિલ્લામાં છેલ્લા પાંચથી છ દિવસમાં નિરીક્ષણ કરાયેલા લગભગ 480 પુલોમાંથી, છ પુલોને (ખતરનાક તરીકે) જાહેર કરવામાં આવ્યા છે અને તેના પર ટ્રાફિક બ્લોક કરાયો છે.
