(PTI Photo)

દેશમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા 10 હજાર આરોગ્યકર્મી સંક્રમિત થઈ ચૂક્યા છે. એકલા તેલંગાણામાં જ ડૉક્ટરો-નર્સો સહિત અત્યાર સુધી 153 લોકો સંક્રમિત હોવાનું માલુમ પડ્યું છે. તેલંગાણા આરોગ્ય વિભાગના અધિકારીઓએ આઈસીએમઆરના આકલનનો હવાલો આપીને જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધી ઓછામાં ઓછા દસ હજાર સ્વાસ્થકર્મીઓ કોરોનાથી સંક્રમિત છે.

આ સંક્રમિતોમાં કોઈની તબિયત નાજુક નથી. દેશમાં અનેક સ્થળે આરોગ્યકર્મીઓએ પીપીઈ કિટના અભાવ અને તેની ગુણવત્તાને લઈને વિરોધ નોંધાવ્યો હતો.તો બીજી બાજું મુંબઈમાં સંક્રમિતોનો આંકડો 50 હજારને પાર પહોંચી ગયો છે, શહેરમાં 1702 લોકોના મોત થયા છે. જ્યારે રાજ્યમાં 88 હજાર 528 સંક્રમિત મળ્યા છે, જેમાંથી 40 હજારથી વધુ સાજા થઈ ચુક્યા છે. મુંબઈમાં દરરોજ જેટલા લોકો પોઝિટિવ મળી રહ્યા છે, તેમની સરખામણીમાં સાજા થનારા લોકોની ટકાવારી વધી રહી છે.