(ANI Photo)

ચીનના હોંગઝાઉ ખાતે રવિવારથી શરૂ થયેલી એશિયન ગેમ્સમાં મંગળવારે ભારતે ઘોડેસવારીની ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ તથા સેઈલિંગમાં એક સિલ્વર અને એક બ્રોંઝ એમ કુલ ત્રણ મેડલ હાંસલ કર્યા હતા. સ્પર્ધાઓના ત્રીજા દિવસે ભારતે કુલ ત્રણ ગોલ્ડ સહિત 14 મેડલ પ્રાપ્ત કર્યા હતા.

પુરૂષોની હોકીમાં ભારતે પુલ એમાં સિંગાપોરને 16-1થી હરાવ્યું હતું, તો ટેનિસમાં મહિલા સિંગલ્સમાં અંકિતા રૈનાએ ત્રીજા રાઉન્ડમાં તથા યુકી ભામ્બ્રી – અંકિતાએ મિક્સ્ડ ડબલ્સમાં બીજા રાઉન્ડમાં વિજય સાથે આગેકૂચ કરી હતી. અગાઉ, સોમવારે ભારતે ભારતે મહિલા ક્રિકેટ શૂટીંગની ટીમ ઈવેન્ટમાં, એમ બે ગોલ્ડ મેડલ સાથે કુલ 11 મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ વખતે પહેલીવાર ભારતીય ટીમે એશિયાડ ક્રિકેટમાં ભાગ લીધો હતો. અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સોમવારે ફાઈનલમાં શ્રીલંકાને હરાવી પ્રથમ એશિયન ચેમ્પિયન્સનો ઐતિહાસિક તાજ તથા ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

અન્ય મેડલ વિજેતાઓમાં મહિલાઓની 10 મીટર એરરાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર, પુરૂષોની 10 મીટર એરરાઈફલમાં ગોલ્ડ, રોઈંગમાં પુરૂષોની લાઈટવેઈટ ડબલ્સ સ્કલમાં સિલ્વર, રોઈંગમાં પુરૂષોની આઠ સભ્યોની ટીમ ઈવેન્ટમાં સિલ્વર, રોઈંગમાં પુરૂષોની ડબલ્સમાં બ્રોંઝ, મહિલાઓની 10 મીટર એરરાઈફલમાં રમિતા જિન્દાલને બ્રોંઝ, રોઈંગમાં પુરૂષોની ચારની ઈવેન્ટમાં બે બ્રોંઝ, પુરૂષોની 10 મીટર એરરાઈફલમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરને બ્રોંઝ તથા પુરૂષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલની ટીમ ઈવેન્ટમાં બ્રોંઝનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

eleven − eight =