કોરોના વાઈરસે ભારતીય નૌસેનાને પણ પોતાના સંકજામાં લઈ લીધી છે. જેમાં 21 નૌસૈનિક કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ તમામને મુંબઈની નેવી હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે. આવડી મોટી સંખ્યામાં નૌસેનામાં સંક્રમણનો પહેલો કેસ છે. જો કે, નેવી તરફથી કોઈ નિવેદન હજુ સુધી આવ્યું નથી અને ન તો સંખ્યા કહેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, આ તમામ નૌસેનિક એક નાવિકના સંપર્કમાં આવ્યા હતો, જેનો 7 એપ્રિલે ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

રિપોર્ટ્સમાં મળતી માહિતી પ્રમાણે, આ તમામ નૌસૈનિક INS-આંગ્રેની આવાસીય સુવિધાઓમાં રહેતા હતા. જે શીપ વેસ્ટર્ન નેવલ કમાન્ડના નેવલ ઓપરેશનને લોજિસ્ટિક્સ અને એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ ઉપલબ્ધ કરાવે છે. તમામ આવાસીય બ્લોકેને ક્વૉરન્ટીન કરી દેવાયા અને તેને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયો છે. નક્કી કરેલા પ્રોટોકોલ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નેવીનું કહેવું છે કે શીપ અને સબમરીન પર કોઈ સંક્રમણનો કેસ સામે આવ્યો નથી. આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ 17 એપ્રિલે જણાવ્યું હતું કે સેનામાં કોરોના સંક્રમમના 8 નવા કેસ સામે આવ્યા છે. જેમાં બે ડોક્ટર અને એક નર્સ પણ સામેલ છે. સાથે જ અમારા જે જવાન કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા નથી, તેમને યુનિટમાં પાછા લઈ જવામાં આવી રહ્યા છે. અમે આના માટે બેંગલુરુથી જમ્મુ અને બીજી બેંગલુરુથી ગુવાહાટી, બે સ્પેશ્યલ ટ્રેન નક્કી કરી છે.

નૌસેનાના અધિકારી એ લોકોની શોધ કરી રહ્યા છે, જે સંક્રમિત નૌસૈનિકના સંપર્કમાં આવ્યા હતા. એ વાતની પણ શોધ કરવામા આવ રહી છે કે સંક્રમિત નૌસૈનિક ડ્યૂટી અથવા અન્ય કામ માટે કઈ કઈ જગ્યાએ ગયા હતા. INS આંગ્રેને લોકડાઉન કરી દેવાયું છે. તમામ આવસીય બ્લોકને ક્વૉરન્ટીન કરી દેવાયા અને તેને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી દેવાયું છે.