યુદ્ધગ્રસ્ત ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને વતનમાં પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન અજય વિશેષ અભિયાન હાથ ધર્યું હતું.

આ અભિયાન અંતર્ગત 212 ભારતીય નાગરિકોને લઈને પ્રથમ વિમાન શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યું હતું. કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ મુશ્કેલ સમયમાં અમે અમારા લોકોની સાથે છીએ. તેમણે ઈઝરાયેલમાં રહેતા લોકોને ધીરજ રાખવાની અપીલ કરી હતી. આ પહેલા વિદેશ પ્રધાન એસ જયશંકરે માહિતી આપતા કહ્યું હતું કે આ સંદર્ભે વિશેષ ચાર્ટર ફ્લાઇટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે એક્સ પોસ્ટ પર લખ્યું હતું કે, ‘ઈઝરાયેલથી પાછા ફરવા ઈચ્છતા અમારા નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવી રહ્યું છે. વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં અમારા નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. પરત આવેલા એક ભારતીય નાગરિકે જણાવ્યું હતું કે, “ઇઝરાયેલમાં યુદ્ધ શરૂ થયા પછી, અમને ભારતમાંથી અમારા પરિવાર અને મિત્રોના ફોન આવ્યા હતા, દરેકને અમારી ચિંતા હતી. અમને ઈઝરાયેલથી સુરક્ષિત રીતે ભારતમાં લાવવા માટે આ ઓપરેશન માટે હું ભારત સરકાર અને ભારતના વિદેશ મંત્રાલયનો આભાર માનું છું.”

LEAVE A REPLY

two × four =