પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ 21 ઓક્ટોબરે વિશેષ વિમાન દ્વારા પાકિસ્તાન પરત જશે. સત્તાપક્ષના હોદ્દેદારોએ તેમના વતન પરત જવાની તમામ વ્યવસ્થા કરી છે. દેશના ત્રણ વખત વડા પ્રધાન બનેલા નવાઝ શરીફ આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે. વતન જઇને તેઓ મિનાર-એ-પાકિસ્તાનમાં જાહેર સંબોધન કરશે.

પાકિસ્તાનના મીડિયા રીપોર્ટ્સ અનુસાર, શરીફ તેમની પાર્ટીના સભ્યો અને પત્રકારો સાથે 21 ઓક્ટોબરે એક વિશેષ વિમાનમાં દુબઈથી પાકિસ્તાન જવા રવાના થશે. લાહોર જતા પહેલા વિમાન ઈસ્લામાબાદમાં ઉતરશે અને ત્યાં શરીફ મિનાર-એ-પાકિસ્તાનમાં તેઓ જાહેર સભાને સંબોધશે. આ અગાઉ શરીફ બુધવારે ઉમરાહ માટે સાઉદી અરેબિયા પહોંચશે. તેઓ અહીં એક સપ્તાહ રોકાશે અને પછી 18 ઓક્ટોબરે દુબઈ પહોંચશે. દુબઇથી પાકિસ્તાનની તેમની ફ્લાઇટને ‘ઉમ્મીદ-એ-પાકિસ્તાન’ નામ આપવામાં આવ્યું છે. પાકિસ્તાન મુસ્લિમ લીગના સાંસદ ઇશાક ડાર અને ઇરફાન સિદ્દિકીએ નવાઝ શરીફના ઉમરાહ માટે સાઉદી અરબના પ્રવાસ કાર્યક્રમની પુષ્ટિ કરી હતી. જોકે, વતનમાં તેમની ધરપકડ થવાના સંજોગો અંગે તેમણે જણાવ્યું હતું કે, તેઓ કોર્ટમાંથી ટૂંકાગાળાના જામીન મેળવશે.

LEAVE A REPLY

16 + six =