તાજેતરમાં જ ગ્રેજ્યુએટ થયેલા અને નોકરી શોધી રહેલા 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું કથિત કફ અને છાતીમાં દુખાવાથી મૃત્યુ થયું હતું. આંધ્રપ્રદેશના રાજ્યલક્ષ્મી યાર્લાગડ્ડા ઉર્ફે રાજીએ તાજેતરમાં ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી કોર્પસ ક્રિસ્ટીમાંથી સ્નાતક થયા છે. ટેક્સાસના ડેન્ટન શહેરમાં તેમના પિતરાઈ ભાઈ ચૈતન્ય વાયવીકે ગોફંડમી ઝુંબેશ ચાલુ કરી હતી.
ભંડોળ ઊભુ કરનાર સંસ્થાના જણાવ્યા અનુસાર, તે બાપટલા જિલ્લાના કર્મેચેડુ ગામના સીમાંત ખેડૂત પરિવાર માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની આશા સાથે અમેરિકા આવી હતી.રાજી પોતાની વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરવા માટે નોકરી શોધી રહી હતી. તેને બેથી ત્રણ દિવસ સુધી તીવ્ર ઉધરસ અને છાતીમાં દુખાવો થયો હતો. ૭ નવેમ્બરની સવારે, તેનો એલાર્મ વાગ્યો ત્યારે તે જાગી ન હતી.
ભંડોળ ઊભું કરવાની ઝુંબેશનો ઉદ્દેશ્ય અંતિમ સંસ્કાર ખર્ચ, શૈક્ષણિક લોન અને તેમના મૃતદેહને ઘરે પરત મોકલવા અને તેમના પરિવારને કેટલીક નાણાકીય સહાય પૂરી પાડવા માટે USD 125,000 એકત્ર કરવાનો છે.












