(ANI Photo)

ઓનલાઇન સટ્ટાબાજીનું પ્લેટફોર્મ પૂરું પાડતા મહાદેવ ઓનલાઈન બુક (MOB) મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડની આશરે 30 હસ્તીઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના તપાસના ઘેરાવામાં આવી છે. આ હસ્તીઓએ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં આ વર્ષે ફેબ્રુઆરી અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કંપનીઓના પ્રમોટર્સની બે ભપકાદાર પાર્ટીઓમાં હાજરી આપી હતી.

તપાસ એજન્સી ED સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીએ MOBના પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલને નવેસરથી સમન્સ જારી કર્યા છે. અગાઉ કોમેડિયન કપિલ શર્મા, અભિનેતા હુમા કુરેશી અને હીના ખાનને પૂછપરછ માટે સમન્સ જારી કર્યા હતા. EDએ બોલિવૂડ એક્ટર રણબીર કપૂરને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. રણબીર કપૂરે ઇડી સમક્ષ હાજર થવા માટે સમય માંગ્યો છે.

બોલિવૂડ, ટેલિવિઝન ઉદ્યોગ અને દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ સહિતની 30થી વધુ હસ્તીઓને આગામી દિવસોમાં આ કેસમાં સાક્ષી તરીકે તેમનું નિવેદન નોંધવા માટે સમન્સ મોકલવામાં આવે તેવી શક્યતા છે. આમાંથી ઘણી હસ્તીઓ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં MOBની સક્સેસ પાર્ટીમાં હાજરી આપી હતી, જ્યારે અન્ય ઘણા લોકોએ આ વર્ષે ફેબ્રુઆરીમાં દુબઈમાં ચંદ્રાકરના લગ્નની ભવ્ય પાર્ટીમાં હાજરી આપી હતી. આ સેલિબ્રિટીઓને ઇવેન્ટમાં હાજરી આપવાના બદલામાં આપવામાં આવેલી કથિત ચૂકવણી વિશે પૂછપરછ કરાશે.

UAEમાં MOBની પાર્ટીઓમાં હાજરી આપનાર સેલિબ્રિટીઝના નિવેદન રેકોર્ડ કર્યા પછી એજન્સી તેમની સામે શું કાર્યવાહી કરવી તેનો નિર્ણય કરશે. MOBએ દુબઈમાં લગ્ન સમારોહના કાર્યક્રમમાં આશરે રૂ.200 કરોડનો ખર્ચ કર્યો હતો અને નાગપુરથી UAE સુધી પરિવારના સભ્યોને લઈ જવા માટે ખાનગી વિમાન ભાડે રાખ્યું હતું.

LEAVE A REPLY

three × 4 =