ફાઇલ ફોટો REUTERS/Anas Al-Shareef

ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ રવિવારે વહેલી સવારે ગાઝા પટ્ટીમાં એક શરણાર્થી શિબિર પર કરેલા હવાઇ હુમલામાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયાં હતાં. અમેરિકાએ થોડા સમય માટે યુદ્ધવિરામની કરેલી અપીલને પણ ઇઝરાયેલે ફગાવી દીધી હતી.

ગાઝા યુદ્ધ ચાલુ થયા પછી ત્રીજી વખત ઇઝરાયેલની મુલાકાતે આવેલી અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કને માનવતાવાદી સહાય માટે હંગામી યુદ્ધવિરામની અપીલ કરી હતી. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આશરે એક મહિનાથી ચાલુ રહેલા યુદ્ધમાં આશરે 9,700 લોકોના મોત થયા છે અને અમેરિકાનું ભૂમિદળ ગાઝાના શહેરી વિસ્તારોમાં આગળ વધી રહ્યું હોવાથી મોતમાં વધારો થવાની આશંકા છે. રવિવારે રાત્રે ગાઝાના મઘાઝી શરણાર્થી કેમ્પ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 40ના મોત થયા હતા અને બીજા 34 ઘાયલ થયા હતા. રાહત અને બચાવ કામગીરી ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની ધારણા છે. હવાઇ હુમલામાં બહુમાળી શરણાર્થી કેમ્પ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો.

યુદ્ધવિરામની અપીલો થઈ રહી હોવા છતાં ઇઝરાયેલે ગાઝામાં બોંબમારો ચાલુ રાખ્યો હતો અને જણાવ્યું હતું કે તે હમાસના આતંકીઓ અને તેના ઠેકાણને નિશાન બનાવી રહ્યું છે. હમાસ લોકોનો માનવઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. બ્લિંકને પાડોશી દેશ જોર્ડનમાં આરબ વિદેશ પ્રધાનો સાથેની મુલાકાતના એક દિવસ પછી રવિવારે પેલેસ્ટિનિયન પ્રમુખ મહમૂદ અબ્બાસ સાથે મુલાકાત કરી હતી. બ્લિંકને શુક્રવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી હતી. નેતાન્યાહુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હમાસ તમામ બંધકોને મુક્ત ન કરે ત્યાં સુધી કોઈ અસ્થાયી યુદ્ધવિરામ હોઈ શકે નહીં. આરબ નેતાઓએ તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી છે.

UNના માનવતાવાદી બાબતો માટેના કાર્યાલયે જણાવ્યું હતું કે ગાઝાના આશરે 3 લાખ લોકો યુએનના શરણાર્થી કેમ્પો છે, પરંતુ ઇઝરાયેલ કેમ્પો પર પણ વારંવાર હુમલા કરે છે. ગાઝામાંથી કુલ 15 લાખ લોકોમાંથી પોતાના ઘર છોડીને ભાગી ગયા છે. આ સંખ્યા કુલ વસ્તીના આશરે 70 ટકા છે.

LEAVE A REPLY

eleven − 7 =