REUTERS/Stringer

આફ્રિકન દેશ યુગાન્ડામાં શુક્રવારે એક સ્કૂલ પર આતંકી હુમલામાં 38 વિદ્યાર્થીઓ સહિત 41 લોકોના મોત થયાં હતા. આ હુમલો કોંગો સરહદની નજીક આવેલા પશ્ચિમ યુગાન્ડાના એમપોંડવે લુબિરિહા ટાઉનની સેકન્ડરી સ્કૂલમાં થયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

યુગાન્ડાની પોલીસે જણાવ્યું કે, યુગાન્ડાના આતંકવાદી સંગઠન એલાઈડ ડેમોક્રેટિક ફોર્સિસ (એડીએફ) એમ્પોન્ડવેમાં લુબિરીરા માધ્યમિક શાળા પર થયેલા આતંકવાદી હુમલામાં સામેલ છે. આ આતંકવાદી સંગઠન ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં સ્થિત છે અને તે ઈસ્લામિક આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાણ ધરાવે છે.

યુગાન્ડાના સરહદી ગામના મેયરે જણાવ્યું હતું કે 38 વિદ્યાર્થીઓ સહિત 41 મૃતદેહો મળી આવ્યા છે. ત્રાસવાદીઓ હુમલો કર્યા પછી સરહદની પાર ભાગી ગયા હતા કેટલાક વિદ્યાર્થીઓને ઓળખી પણ ન શકાય તેટલી હદે સળગાવી દેવામાં આવ્યા હતા અને અન્યને ગોળી મારી દેવામાં આવી હતી અથવા હત્યા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

5 + 13 =