BSF shoots down Pakistani drone carrying drug consignment
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ((DRDO) અને ભારતીય નૌકાદળે તપસ માનવરહિત એરિયલ વ્હીકલ (UAV-ડ્રોન)ના કમાન્ડ અને કંટ્રોલ ક્ષમતા સફળતાપૂર્વક ટ્રાન્સફર કરીને એક મોટી સફળતા હાંસલ કરી હતી. આ પરીક્ષણના ભાગરૂપે INS સુભદ્રા જહાજના ગ્રાઉન્ડ સ્ટેશનથી તપસ UAVને સફળતાપૂર્વક કમાન્ડ આપવામાં આવ્યાં હતાં. આ યુદ્ધ જહાજ નૌકાદળના કારવાર બેઝથી આશરે 148 કિમી દૂર હતું. આ પરીક્ષણ 16 જૂને કરાયું હતું.

ભારતીય સશસ્ત્ર દળો માટે ગુપ્તચર, સર્વેલન્સ, જાસૂસી મિશન કરવા માટે યુએવી ડિઝાઇન કરવામાં આવ્યું છે. કારવાર નેવલ બેઝથી 285 કિમી અને બેંગલુરુથી લગભગ 200 કિમી દૂર ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (એટીઆર)થી તાપસે સવારે 7.35 કલાકે ઉડાન ભરી હતી. ડીઆરડીઓએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં જણાવ્યું હતું કે તાપસ યુએવીએ દરિયાઈ સપાટીથી 20,000 ફૂટની ઊંચાઈએ ક્ષતિરહિત ઉડ્ડયન કર્યું હતું. તેને ત્રણ કલાક અને 30-મિનિટ સુધી ઉડાન ભરી હતી. INS સુભદ્રાએ 40 મિનિટના સમયગાળા માટે તપસની કામગીરીનું નિયંત્રણ સંભાળ્યું હતું. INS સુભદ્રામાં એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને બે શીપ ડેટા ટર્મિનલ સ્થાપિત કરવામાં આવ્યા હતાં. સફળ પરીક્ષણ પછી તાપસ સુરક્ષિત રીતે એટીઆર પર પાછું ઉતર્યું હતું.

DRDOના જણાવ્યા મુજબ તાપસ 30,000 ફૂટની ઉંચાઈ ઓપરેટ થઈ શકે તેવું એક મીડિયમ ઓલ્ટિટ્યુડ લોંગ એન્ડોરન્સ (MALE) છે. તે પૃથ્વીના અવલોકન સાથે 24 કલાક હવામાં રહી શકે છે તથા તેમાં સિન્થેટિક એપર્ચર રડાર (SAR) પેલોડ રાખી શકાય છે. તેની રેન્જ 250 કિમીથી વધુની છે. તે મહત્તમ 350 કિગ્રા જેટલા પેલોડનું વહન કી શકે છે.ડીઆરડીઓએ અગાઉ કહ્યું હતું કે આ યુએવી મિશન હેઠળના વિશાળ એરિયાને કવરેજ કરી શકે છે અને આમ છતાં નાના ટાર્ગેટને ઓળખવા માટે સક્ષમ છે. આ યુએવી ઇઝરાયેના હેરોન યુએવી જેવી ક્ષમતા ધરાવે છે.

LEAVE A REPLY

thirteen + 2 =