મુંબઈમાં ફિલ્મ એનિમલની સક્સેસ પાર્ટીમાં બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુ કપૂર અને ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ (ANI Photo)

બોલીવૂડ માટે ગયું વર્ષ સફળ રહ્યું હતું. શાહરૂખ ખાનની બે, સની દેઓલ અને રણબીર કપૂરની ફિલ્મોએ દેશવિદેશમાં ધૂમ મચાવી હતી. ગત ડિસેમ્બરમાં ‘એનિમલ’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને ‘ડંકી’નું પણ અંતે આગમન થયું હતું.

હવે નવા વર્ષ 2024માં ‘એનિમલ’ની બરોબરી કરે તેવી છ ફિલ્મોની ચર્ચા થઇ રહી છે. તેમાં રૂ. 500 કરોડના બજેટની પુષ્પા 2 ઉપરાંત રિતિક-દીપિકાની ફાઈટર અને અજય દેવગણની સિંઘમ અગેઈનનો સમાવેશ થાય છે. ફાઈટર ફિલ્મ ઈન્ડિયન એરફોર્સની વીરગાથા આધારિત છે. 25 જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થશે. દીપિકા પાદુકોણે તેમાં એક્શન ઉપરાંત બોલ્ડ પોઝ પણ આપ્યા છે. અનિલ કપૂર પણ મહત્ત્વના રોલમાં છે. રૂ.250 કરોડના બજેટમાં બનેલી ‘ફાઈટર’ સાથે લાંબા સમય પછી રિતિકની ફિલ્મ આવી રહી છે.

નારી પ્રધાન ફિલ્મોના દોરને આગળ વધારતાં તબ્બુ, ક્રિતિ સેનન અને કરીના કપૂર ખાનની ‘ધ ક્રૂ’ આવી રહી છે. ‘ધ ક્રૂ’માં પ્રથમવાર આ ત્રણેય એક્ટર્સ સાથે જોવા મળશે. ફિલ્મનું પોસ્ટર રોમેન્ટિક લાગે છે. માત્ર રૂ.50 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ માર્ચ 2024માં રિલીઝ થવાની છે.

બોલિવૂડના યંગ એક્ટર્સમાં મોખરાનું સ્થાન ધરાવતા કાર્તિક આર્યને રોમેન્ટિક અને કોમેડી ફિલ્મોમાં ઘણું કામ કર્યું છે. ‘ચંદુ ચેમ્પિયન’થી કાર્તિક એક્શનમાં હાથ અજમાવવાનો છે. કાર્તિકની સાથે તેમાં શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. રૂ.100 કરોડના બજેટમાં બનેલી ‘ચંદુ ચેમ્પિયન’ જુલાઈ 2024માં રિલીઝ થવાની છે.

અલ્લુ અર્જુનને દેશ-વિદેશમાં લોકપ્રિય બનાવનારી ફિલ્મ પુષ્પાની સીક્વલ 15 ઓગસ્ટે રિલીઝ થવાનું છે. અગાઉની ફિલ્મ કરતાં વધારે દમદાર સીક્વલ બનાવવા માટે વીએફએક્સ અને ખર્ચાળ સેટ્સનો ભરપૂર ઉપયોગ થયો છે. ‘પુષ્પા’માં માત્ર સાઉથના સ્ટાર્સ હતા, જ્યારે ‘પુષ્પા 2’માં બોલિવૂડના જાણીતા ચહેરાઓને પણ સમાવવામાં આવ્યા છે. રૂ. 500 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના લીડ રોલમાં યથાવત છે.

અજય દેવગણના સ્ટારડમમાં સિંઘમ ફ્રેન્ચાઈઝીનો મોટો રોલ છે. આ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ ‘સિંઘમ અગેઈન’ 5 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે. તેમાં અજય દેવગણની સાથે ટાઈગર શ્રોફ, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ અને કરીના કપૂર ખાન મહત્ત્વના રોલમાં છે. રૂ.200 કરોડના બજેટથી બની રહેલી આ ફિલ્મમાં રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સનો વ્યાપ વધતો જોવા મળશે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પહેલી વાર સાથે કામ કરવાના છે. બંનેના એક્શન સીક્વન્સ અને સ્ટન્ટ દમદાર હોય છે. ‘બડે મિયાં છોટે મિયાં’નું શૂટિંગ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રૂ.300 કરોડના બજેટ સાથે એક્શન એન્ટરટેઈનર બની રહી છે. તેને એપ્રિલ 2024માં રિલીઝ થશે.

 

LEAVE A REPLY

17 + 9 =