દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગુરુવારે પાંચ માળની ઈમારતમાં લાગેલી આગમાં બાળકો સહિત 73ના મોત થયાં હતાં અને અન્ય 52 લોકો ઘાયલ થયા હતાં, એમ  એમ દક્ષિણ આફ્રિકાના શહેરની ઈમરજન્સી સર્વિસે જણાવ્યું હતું.

ઈમરજન્સી મેનેજમેન્ટ સર્વિસના પ્રવક્તા રોબર્ટ મુલાઉડઝીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં 73 લોકોના મોત થયા છે અને 52 લોકોને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ભયાનક આગમાં સાત બાળકોના પણ મોત થયા હતા. આ આગ તાજેતરના વર્ષોમાં વિશ્વની સૌથી ઘાતક બનવાની શક્યતા છે.

આગ લાગવા પાછળના કારણની તપાસ ચાલુ કરાઈ હતી. સુરક્ષા જવાનોએ મોટાપાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તમામ લોકોને બિલ્ડિંગથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ મોટા પ્રમાણમાં ઓલવાઈ ગઈ હતી, પરંતુ આગના કારણે જોહાનિસબર્ગમાં ઈમારતો કાળી પડી ગઈ હતી અને હજુ પણ ધુમાડો નીકળતો હતો. મીડિયા અહેવાલ મુજબ, આગ લાગી તે બહુમાળી ઈમારતમાં લગભગ ઘરવિહોણા 200 લોકો મંજુરી વિના રહેતા હતાં.

 

LEAVE A REPLY