REUTERS/Abhijit Addya

ઇંગ્લેન્ડના પ્રવાસ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિની બુધવારે જાહેરાત કરી હતી. જોકે આ દિગ્ગજ ખેલાાડી વન-ડે રમવાનું ચાલુ રાખશે. ઓસ્ટ્રેલિયામાં 2024-25 બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન પછી તેની સામે ઘણા સવાલો થયા હતા.

38 વર્ષીય રોહિત શર્માની નિવૃત્તિને કારણે ભારતીય ટેસ્ટ ટીમ નવા કેપ્ટન સાથે ઇંગ્લેન્ડ પ્રવાસ પર જશે. રોહિત શર્મા અગાઉ ટી-20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. જોકે, રોહિત શર્મા વનડેમાં રમવાનું ચાલુ રાખશે.

રોહિતે ઇન્સ્ટાગ્રામ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. ટેસ્ટ ક્રિકેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની બાબત છે. વર્ષોથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ આભાર. હું

ODI ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ.’
રાહિત શર્માએ ૬૭ ટેસ્ટમાં ૪૦.૫૭ની સરેરાશથી ૧૨ સદી અને ૧૮ અડધી સદી સાથે ૪૩૦૧ રન બનાવ્યા હતાં.

LEAVE A REPLY