પાકિસ્તાન સામે શરૂ કરાયેલી લશ્કરી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આઠ મિલિટરી કેમ્પ પર હુમલો કર્યો હોવાનું સરકારે માહિતી આપી હતી.
કર્નલ સોફિયા કુરેશીએ નવી દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે થયેલા હુમલા પછી ભારતે પાકિસ્તાનમાં સ્થાનો પર હુમલા કર્યા હતા. બોર્ડર સિક્યોરિટી ફોર્સે શનિવારે એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં પાકિસ્તાનના સિયાલકોટમાં ત્રાસવાદી લોન્ચપેડના ફૂટેજ છે, જ્યાંથી ડ્રોન છોડવામાં આવી રહ્યા હતા તેને BSF દ્વારા નષ્ટ કરાયા હતા. શુક્રવારે સાંજે 7.47થી 10.57 વાગ્યાની વચ્ચે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતનાં શહેરોમાં 550થી વધુ ડ્રોન ફાયર કર્યાં હતા, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા. શનિવારે સવારે પાકિસ્તાને ફરીથી જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત પર હુમલો કર્યો હતો. રાજૌરી, પૂંછ અને જમ્મુમાં પણ ભારે ગોળીબારમાં રાજૌરીના એક વહીવટી અધિકારી સહિત પાંચ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત જમ્મુ શહેરમાં પણ હવાઈ હુમલા થઇ રહ્યા છે. ઘણી બિલ્ડિંગને નુકસાન થયું છે. રાજસ્થાનમાં પાકિસ્તાનની સરહદે આવેલા શ્રીગંગાનગર અને હનુમાનગઢ જિલ્લામાં રેડ એલર્ટ છે. ચંદીગઢ અને અંબાલામાં હવાઈ હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે.
કર્નલ સોફિયા કુરૈશીએ વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન પશ્ચિમ વિસ્તારમાં ભારે ગોળીબાર કર્યો છે. સાથે જ, ભારતના આદમપુર અને પઠાણકોટ એરબેઝને નુકસાન પહોંચાડ્યું છે. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારે ક્ષમતા ધરાવતા મિસાઇલ હુમલા કર્યા હતા, જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનનાં અનેક કેમ્પ ધ્વસ્ત કર્યા છે. ભારતે સંતુલિત રીતે પાકિસ્તાની હુમલાઓનો જવાબ આપ્યો છે અને કોઈ નાગરિકોને નિશાન બનાવ્યા નથી.
પાકિસ્તાને શુક્રવારે પણ ભારત પર ડ્રોન અને મિસાઇલથી હુમલા કર્યા, પરંતુ ભારતની એર ડિફેન્સ સીસ્ટમએ આ તમામ હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર 26 સ્થળોએ ડ્રોનના અવશેષો જોવા મળ્યા છે. આ સ્થળોમાં બારામૂલા, શ્રીનગર, અવંતીપોરા, નગરોટા, જામ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જાટ્ટા, જૈસલમેર, બાડમેર, ભૂજ, કુઆરબેટ અને લાખી નાળા સામેલ છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈને ભારતે પોતાનાં 32 એરપોર્ટ્સ 15 મે સુધી માટે તાત્કાલિક અસરથી બંધ રાખવાની જાહેરાત કરી છે. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં પાકિસ્તાને પોતાનું નાગરિક હવાઈ ક્ષેત્ર બંધ કર્યું નહોતું અને તેઓ નાગરિક વિમાનોનો ઢાલ તરીકે ઉપયોગ કરે છે. કર્નલ સોફિયાએ કહ્યું હતું કે ચિંતાનો વિષય એ છે કે પાકિસ્તાન નાગરિક વિમાનોની આડમાં આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે, જેથી તે પોતાની પ્રવૃત્તિઓ છુપાવી શકે. પાકિસ્તાને ઘણા ખોટા દાવા કર્યા છે, જે તમામ ખોટા છે. પાકિસ્તાને ફાઈટર વિમાનો દ્વારા ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો
