(ANI Video Grab)

અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રેશ પછી 22 જૂન સુધીમા ડીએનએ ટેસ્ટ મારફત 251 મૃતકોની ઓળખ થઈ હતી અને 245 મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવ્યાં હતાં.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, ડીએનએ ટેસ્ટ દ્વારા કુલ 251 મૃતકોની ઓળખ કરવામાં આવી છે. 245 મૃતકોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપાયા છે. તેમાં 176 ભારતીયો, 49 બ્રિટિશર, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન તેમજ 12 બિન-મુસાફરોનો સમાવેશ થાય છે.
ઘણા મૃતદેહો ઓળખી ન શકાય તેવા બળી ગયા હતા અથવા ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા, તેથી અધિકારીઓ પીડિતોની ઓળખ સ્થાપિત કરવા માટે ડીએનએ મેચિંગ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે ૭૦ મૃતકો અમદાવાદના, ૨૪ વડોદરાના, ૨૬ આણંદના અને ૧૧ ખેડાના છે. અત્યાર સુધી ઓળખાયેલા કેટલાક પીડિતો રાજસ્થાન, મણિપુર, નાગાલેન્ડ, મહારાષ્ટ્ર, દીવ અને બિહારના છે. ડીએનએ નમૂના મેચિંગની પ્રક્રિયા ખૂબ જ સંવેદનશીલ હોવાથી અને તેમાં કાનૂની પ્રોટોકોલનો સમાવેશ થતો હોવાથી, તેને ગંભીરતા અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને સંલગ્ન સંસ્થાઓ, સ્થાનિક વહીવટ, આરોગ્ય અને રાજ્ય સરકારના અન્ય વિભાગો અને વિવિધ એજન્સીઓ નશ્વરદેહ પરિવારને સોંપવા માટે અથાક પ્રયાસો કરી રહી છે.

LEAVE A REPLY