પાકિસ્તાન હોકી ફેડરેશન (PHF)એ હોકીના વૈશ્વિક સંચાલક મંડળ FIHને જાણ કરી છે કે સુરક્ષા ચિંતાઓ ને કારણે આવતા મહિને એશિયા કપ માટે ટીમ ભારત મોકલવી તેમના માટે મુશ્કેલ રહેશે. PHFના વડા તારિક બુગતીએ જણાવ્યું હતું કે તેમણે FIH અને એશિયન હોકી ફેડરેશન (AHF) ને પત્ર લખીને ટીમને ભારત મોકલવા અંગે પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે. અમે તેમને જાણ કરી છે કે હાલની પરિસ્થિતિમાં, અમારી ટીમ ભારતમાં રમવા માટે સુરક્ષા જોખમોનો સામનો કરશે
PHF વડાએ કહ્યું હતું કે આ ઇવેન્ટ્સની પાકિસ્તાનની મેચો અંગે હવે FIH અને AHFએ નિર્ણય લેવાનો રહેશે. પાકિસ્તાન સરકારે હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ તાજેતરમાં એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ટીમ ભારતની યાત્રા કરશે નહીં.
ભારતે કોઈ રમતમાં ભાગ લેવા જવા પાકિસ્તાન જવાની ના પાડી હોય તેવું અનેક વખત બન્યું છે, પરંતુ પાકિસ્તાન કોઈ રમત રમવા માટે ભારત આવાની ના પાડી હોય તેવું પ્રથમ વખત બન્યું છે.
