ભારતે લંડનના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં સોમવારે ઇંગ્લેન્ડ સામે છ રનથી અવિશ્વસનીય વિજય મેળવીને પાંચ ટેસ્ટની શ્રેણીને 2-2થી ડ્રો કરી હતી. ભારતે ઇંગ્લેન્ડને વિજય માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લેન્ડનો બીજો દાવ 85.1 ઓવરમાં 367 રન પર સમાપ્ત થયો થયો હતો.
મોહમ્મદ સિરાજ 5 વિકેટ વિકેટ ઝડપીને મેચનો હિરો બન્યો હતો. આ સિરિઝમાં તેને કુલ 23 વિકેટ ઝડપી હતી. ટીમને સૌથી વધુ જરૂર હતી ત્યારે સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણ (4/126)એ જોરદાર બોલિંગ કરી કરીને કમાલ કરી હતી.
શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમ પાંચ મેચોની સીરિઝમાં 2-1થી પાછળ હતી. તેથી આ મેચ નિર્ણાયક હતી.
ભારતના આ ટાર્ગેટનો પીછો કરતાં ચોથા દિવસની રમતને અંતે ઇંગ્લેન્ડે છ વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યાં હતાં. જેમી ઓવર્ટન શૂન્ય અને જેમી સ્મિથ 2 રન બનાવીને અણનમ હતાં. રનચેજ દરમિયાન બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની શરૂઆત સારી રહી. જૈક ક્રાઉલી અને બેન ડકેટે મળીને પહેલી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી. આ ભાગીદારીને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે તોડી, તેમણે ત્રણ દિવસની રમતમાં અંતિમ બોલ પર જેક ક્રાઉલીને બોલ્ડ કર્યો હતાં. બ્રૂકે 91 બોલ પર સદી પૂરી કરી હતી.
બ્રૂક 111 રન બનાવીને આકાશદીપના બોલ પર આઉટ થયો હતો. બ્રૂક અને રૂટ વચ્ચે ચોથી વિકેટ માટે 195 રનની ભાગીદારી થઈ હતી. હેરી બ્રૂકના આઉટ થયા બાદ જો રૂટ અને જેકબ બેથેલે ઇનિંગ્સને આગળ વધારી હતી. રૂટે ત્રીજા સેશનની શરૂઆતમાં પોતાની સદી ફટકારી. રૂટે 12 ચોગ્ગાની મદદથી 137 બોલ પર પોતાની સદી પૂર્ણ કરી હતી. રૂટના ટેસ્ટ કરિયરની આ 39મી સદી રહી હતી. રૂટના સદી બનાવ્યા બાદ મેચમાં ટ્વિટસ્ટ આવ્યો હતો.
બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલના 118 રન, વોશિંગ્ટન સુંદરના 53 રન અને રવિન્દ્ર જાડેજાના 53 રનની મદદથી ભારત 396 રનમાં ઓલઆઉટ થયું હતું.
ભારતે પ્રથમ ઇનિંગમાં 224 રન બનાવ્યા હતા. બીજી તરફ ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 247 રન બનાવ્યા હતા. તેથી ઇંગ્લેન્ડને આ ટેસ્ટ અને સિરિઝ જીતવા માટે 374 રનનો રેકોર્ડ ટાર્ગેટ મળ્યો છે. ઓવલ ખાતે અત્યાર સુધી કોઇ ટીમ મહત્તમ ૨૬૩ રનના ટાર્ગેટનો સફળ પીછો કરી શકી છે. પરંતુ ઈંગ્લેન્ડે મક્કમ શરૂઆત કરી હોવાથી કોઇ અનુમાન કરવાનું વહેલું ગણાશે. ત્રણ વર્ષ પહેલાં એજબેસ્ટનમાં ભારત સામે ૩૭૮ રનના લક્ષ્યાંકને અને તાજેતરમાં લીડ્સ ખાતે શ્રેણીની શરૂઆતની મેચમાં ૩૭૧ રનના લક્ષ્યાંકને ઇંગ્લેન્ડને હાંસલ કર્યો હતો.
ત્રીજા દિવસની રમતના અંતે, ઇંગ્લેન્ડે ૧૩.૫ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૫૦ રન બનાવ્યા હતા, મોહમ્મદ સિરાજે ઝેક ક્રોલીને યોર્કરથી આઉટ કર્યો હતો.
બીજા દિવસે ભારતની ટીમ આશરે 69 ઓવરમાં 224 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડના ગસ એટકિન્સે 21.4 ઓવરમાં પાંચ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો.
મેચમાં ટોસ હાર્યા બાદ પહેલી ઈનિંગ ભારતીય ખેલાડી પીચ પર લાંબો સમય ટકી શક્યા ન હતાં. ઓપનર યશસ્વી જયસ્વાલ બે રનમાં આઉટ થયો હતો. કરૂણ નાયરે 109 બોલમાં 57 રન ફટકારી ટીમ ઈન્ડિયાને 200નો આંકડો પાર કરવામાં મદદ કરી હતીયશસ્વી જયસ્વાલની પહેલી વિકેટ પણ ગસ એટકિન્સે લીધી હતી. આ સિવાય જોસ ટંગે ત્રણ વિકેટ અને ક્રિસ વોક્સે એક વિકેટ ઝડપી હતી. જ્યારે શુભમન ગિલ 35 બોલમાં 21 રન બનાવી રનઆઉટ થયો હતો.
