સ્નેહમિલન

યુનાઈટેડ બ્રહ્મભટ્ટ સમાજ ઓફ નોર્થ અમેરિકા એસોસિએશનના વાર્ષિક સ્નેહમિલનનું શાનદાર આયોજન ૨૬ જુલાઈના રોજ પાર્લર બેન્કેવેટ, એડીશન, ન્યુ જર્સી ખાતે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું હતું. બાળકોથી લઈને વયોવૃદ્ધ વડીલો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો શુભારંભ મુખ્ય મહેમાનો સર્વ એડિસન, ન્યુ જર્સીમાં સમુદાયના નેતા અને કાર્યકર્તા પીટર કોઠારી, લાંબા સમયથી સમુદાય સમર્થક, પ્રેરણાદાયી વ્યક્તિત્વ નંદલાલ રાવ તથા ફાલ્ગુનીબેને કર્યો હતો.

આ પ્રસંગે બ્રહ્મભટ્ટ બારોટ જ્ઞાતિ વિશે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તો ⁠લેખક અને સંશોધક પ્રોફેસર કે. સી. બારોટ દ્વારા લખાયેલ પુસ્તક બ્રહ્મભટ્ટ સંહિતા રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુબીએસ એનએએની નવી વેબસાઇટ અને બ્રહ્મભટ્ટ/બારોટ સમાજની ડિરેક્ટરી પ્રસિધ્ધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ન્યુ જર્સીના શ્રીમતી બીજલ બારોટે હિન્દુસ્તાની શાસ્ત્રીય નૃત્ય તથા અન્ય બે કલાકારોએ નૃત્ય રજૂ કર્યું હતું.

અમેરિકા, યુ.કે., યુ.એ.ઈ., ભારત, આફ્રીકા, કેનેડા ખાતે સેવા આપતા બ્રહ્મભટ્ટ સમાજના મહાનુભાવો સર્વશ્રી પૂજાબેન બારોટ, તરુણભાઈ બારોટ, હેતલ બારોટ, પારુલ બારોટ, આર. બી. બારોટ, જયદીપ બારોટ, પ્રોફેસર કે સી બારોટ, કમલ રાવ, ભારતીબેન નંદલાલ રાવ, કમલેશ બ્રહ્મભટ્ટ સહિત ⁠વિવિધ સંસ્થાઓ અને મહાનુભાવો તરફથી મળેલા શુભકામના પાઠવતા વિડીયો સંદેશાઓ અને પત્રો રજૂ કરવામાં આવ્યા હતા.

સંસ્થાના પ્રમુખ જીગરભાઈ બારોટ, ઉપપ્રમુખ રાજીવભાઇ બારોટ, યુબીએસના સ્થાપક સભ્ય સંદીપ બારોટ અને અંકિત બ્રહ્મભટ્ટ તથા અન્ય અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે સમાજને વિતેલા વર્ષોમાં સેવા આપનાર શ્રી જયંતિભાઇ (જય) બ્રહ્મભટ્ટ, નંદલાલભાઇ રાવ તથા અન્ય અગ્રણીઓનું બહુમાન કરાયું હતું.

સંસ્થાના ⁠પ્રમુખ જીગરભાઈ બારોટે કાર્યક્રમની રૂપરેખા આપી શ્રી પપ્પુભાઈ (પ્રિન્ટ એન ગ્રાફિક્સના પ્રથમેશભાઈ સહિત કાર્યક્રમના આયોજનમાં સાથ સહકાર આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

‘⁠બ્રહ્મભટ્ટ અસ્મિતા’ કોર્નર વિભાગમાં ‘બ્રહ્મભટ્ટ અસ્મિતા ઈ-મેગેઝિન’ વિશે વિગતો આપવામાં આવી હતી અને ઈ-મેગેઝિનના હેતુઓ, વર્તમાન પ્રવૃત્તિઓ, વ્યવસ્થાપન માળખું અને ભવિષ્યની યોજનાઓ વિશે ખાસ માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સ્વ. બી. ડી. રાવ, યુબીએસના સ્થાપક સભ્ય સ્વ. જગદીશ બ્રહ્મભટ્ટ (ખંભાત), સ્વ. કનૈયાલાલ બ્રહ્મભટ્ટ (એટલાન્ટા) સહિત સમાજના અન્ય દિવંગત સદસ્યોને શ્રધ્ધાજલિ આપી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમનું સંચાલન પિંકીબેન બ્રહ્મભટ્ટે કર્યું હતું.  તો UBSNAA ના ખજાનચી શ્રીમતી નમ્રતાબેન આલોક બ્રહ્મભટ્ટ (જેબી એકાઉન્ટિંગ – ફ્રેડ્રિક, એમડી)એ ⁠⁠કાર્યક્રમના દિવસે ઉદાર હાથે દાન આપનાર અનેક દાતાઓના દાનની કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ⁠ઉત્સાહી સ્વયંસેવકોએ ભારે જહેમત લઇ કાર્યક્રમ પાર પાડ્યો હતો. ⁠

કાર્યક્રમના અંતે સૌએ સ્વાદિષ્ટ રાત્રિભોજનનો આનંદ માણ્યો હતો.

LEAVE A REPLY