(Photo by Megan Briggs/Getty Images)

ઈન્ટરનેશનલ ફૂટબોલ સ્ટાર લાયોનેલ મેસી આગામી ડિસેમ્બર મહિનામાં ભારતના ત્રણ દિવસના પ્રવાસે જવાનો છે. આર્જેન્ટિનાના આ સુપરસ્ટાર ફૂટબોલરનો ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ (GOAT) ભારત પ્રવાસ 12 ડિસેમ્બરે કોલકાતાથી શરૂ થશે. આ પછી, તે અમદાવાદ, મુંબઈ અને દિલ્હી જશે. 15 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી દિલ્હીની મુલાકાત સાથે તેનો પ્રવાસ સમાપ્ત થશે.

મેસી દિલ્હીમાં વિરાટ કોહલી અને શુભમન ગિલ સાથે ફ્રેન્ડલી ફૂટબોલ મેચ રમશે. તે 2011 પછી પહેલી વાર ભારત જઈ રહ્યો છે. તે વખતે મેસી કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં વેનેઝુએલા સામે ફ્રેન્ડલી મેચ રમવા આર્જેન્ટિનાની ટીમ સાથે ગયો હતો.

મેસી આ વખતે બાળકોને ફૂટબોલ માસ્ટરક્લાસ આપશે જેથી ભારતના યુવા ફૂટબોલરોને પ્રેરણા મળી શકે. તે 12 ડિસેમ્બરની રાત્રે કોલકાતા પહોંચશે અને ત્યાં બે દિવસ રોકાશે.

13 ડિસેમ્બરે મેસીની સૌથી મોટી પ્રતિમાનું કોલકાતામાં અનાવરણ કરાશે. આ પછી GOAT કોન્સર્ટ અને 7 ખેલાડીઓની ફૂટબોલ મેચ યોજાશે જેમાં મેસી સૌરવ ગાંગુલી, લિએન્ડર પેસ, જોન અબ્રાહમ અને બાઈચુંગ ભૂટિયા સાથે રમશે.

કોલકાતા પછી, મેસી 13 ડિસેમ્બરની સાંજે અમદાવાદમાં અદાણી ફાઉન્ડેશનના એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપશે. આ પછી 14 ડિસેમ્બરે મુંબઈ CCI બ્રેબોર્ન ક્લબ ખાતે મુલાકાત અને શુભેચ્છા કાર્યક્રમ અને પછી વાનખેડે ખાતે GOAT કોન્સર્ટ અને GOAT કપ યોજાશે. આ કાર્યક્રમમાં મેસી શાહરૂખ ખાન, લિએન્ડર પેસ અને અન્ય સેલિબ્રિટીઓ સાથે પેડલ રમશે.

માસ્ટર બ્લાસ્ટર્સ મોમેન્ટમાં મેસ્સી સાથે સચિન તેંડુલકર, એમએસ ધોની, રોહિત શર્મા અને બોલિવૂડ સ્ટાર્સ (રણવીર સિંહ, આમિર ખાન, ટાઇગર શ્રોફ) જોડાશે.

તે પછી 15 ડિસેમ્બરે દે દિલ્હી જશે, ત્યાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. આ પછી, તે વિરાટ કોહલી અને શુભમન ગિલ સાથે ફિરોઝ શાહ કોટલા ખાતે GOAT કોન્સર્ટ અને GOAT કપ રમશે.

LEAVE A REPLY