પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગ્લાસગોની 34 વર્ષીય નર્સ કિરણ ફારૂકને કોકેન અને એક્સ્ટસી સપ્લાય કરવા બદલ ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કિરણ ફારૂકની ડિસેમ્બર 2023માં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ફિનિસ્ટનમાં એક કાર પાર્ક સુધી તેનો પીછો કર્યો હતો અને બાદમાં તેણીના ફ્લેટમાંથી £200,000 ની કિંમતના ડ્રગ્સ અને રોકડ જપ્ત કરવામાં આવી હતી.

અધિકારીઓએ તેની કારમાંથી લગભગ £12,000 રોકડા જપ્ત કર્યા હતા, અને ફ્લેટમાંથી 77% સુધી શુદ્ધતા સાથેના કોકેન, હજારો એક્સ્ટસી ગોળીઓ, કટીંગ એજન્ટ્સ અને ડ્રગ ઉત્પાદન માટે વપરાતા બ્લેન્ડરનો ભાગ મળી આવ્યો હતો. ફ્લેટમાંથી વધારાના £26,000 રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા.

સજા સંભળાવતી વખતે, જજ લોર્ડ મુલહોલેન્ડે ફારૂકની તેના પરિવાર અને નર્સિંગ વ્યવસાયને શરમજનક બનાવવા બદલ નિંદા કરી હતી. ફારુકનું નામ હજુ સુધી સત્તાવાર રીતે નર્સિંગ રજિસ્ટરમાંથી રદ થયું નથી.

LEAVE A REPLY