લંડનના જૈન સમુદાય દ્વારા ખાસ સીમાચિહ્નરૂપ, આદરણીય એવું આઠ દિવસનું કઠોર સંયુક્ત અઠ્ઠઇ તપ કરનાર અલગ અલગ પરિવારોના પાંચ નોંધપાત્ર કિશોર – કિશોરીઓ મોક્ષ શાહ, લબ્ધી મહેતા, મિથિલ શાહ, સ્વરા ગાંધી અને ડીલન શાહનું તેમના સમર્પણ અને આધ્યાત્મિક શક્તિ માટે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે 300થી વધુ લોકો ઉજવણી માટે ભેગા થયા હતા. આ તપસ્વીઓને પોટર્સ બાર દહેરાસર સુધી લિમોઝીન કારમાં લઇ જવાયા હતા જ્યાં પરિવારો અને મિત્રો તરફથી ઉત્સાહ, આશીર્વાદ અને પ્રેમ સાથે તેમનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાંજના કાર્યક્રમમાં તપસ્વીઓની માતાઓએ ભાવનાત્મક સ્વાગત નૃત્ય કર્યું હતું તો તેમના ભાઈ-બહેનોએ દરેક તપસ્વીને સર્જનાત્મકતા અને સ્નેહથી રજૂ કર્યા હતા. જ્યારે તેમના પિતાઓએ જીવંત કાર્યક્રમ રજૂ કરી આનંદ ઉમેર્યો હતો.

ભક્તિમય જૈન ગીતોથી વાતાવરણ વધુ ઉત્સાહિત થયું હતું. ત્યારબાદ યોજાયેલા રાસ ગરબામાં યુવાનો અને વૃદ્ધો આનંદમાં સાથે જોડાયા હતા.

LEAVE A REPLY