વડાપ્રધાન મોદી
(Photo by Kin Cheung - WPA Pool/Getty Images)
  • વિશ્વ હિન્દુ પરિષદ સાઉથ લંડન શાખા દ્વારા શનિવાર, 20 સપ્ટેમ્બર, 2025ના રોજ સાંજે 4:30 થી 6:30 સુધી થોર્ન્ટન રો, થોર્ન્ટન હીથ CR7 6JN ખાતે સદીઓથી અસંખ્ય હિન્દુ સૈનિકોએ આપેલા બલિદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા હિન્દુ રીમેમ્બરન્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક – મુકેશભાઇ પટેલ +44 7895 401 011.
  • નવનાત વણિક ભગિની સમાજ અને લાઇફ ગ્લોબલ યુકે દ્વારા ધ 250 ચેલેન્જ એમ્પાવરિંગ વુમન એનરિચિંગ લાઈવ્સ કાર્યક્રમનું આયોજન રવિવાર, 5 ઓક્ટોબરના રોજ નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેયસ, UB3 1AR ખાતે સાંજે 5થી રાત્રે 9-30 સુધી કરવામાં આવ્યું છે. com/250-Challenge પર નોંધણી કરાવો. સંપર્ક – બીના સંઘવી +44 7801 150 338.
  • ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી દ્વારા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીનું આયોજન શુક્રવાર 19 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે 5:30થી 8:30 દરમિયાન હરિબેન બચુભાઈ નાગરેચા હોલ, 198-202, લેટન રોડ E15 1DY ખાતે કરવામાં આવ્યું છે. સ્વ. શ્રી વિનુભાઈ બચુભાઈ નાગરેચાની સ્મૃતિમાં નાગરેચા પરિવાર – નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ પ્રાયોજિત કરાયો છે.

LEAVE A REPLY