Britain's Prime Minister Keir Starmer leads a roundtable discussion at the Border Security Summit in London, Britain March 31, 2025. Kin Cheung/Pool via REUTERS

યુકેએ નજીકના સાથી દેશો કેનેડા, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને પેલેસ્ટાઇન રાજ્યને ઔપચારિક રીતે માન્યતા આપી છે. ટૂ – સ્ટેટ ઉકેલની વ્યવહારિકતાને સુરક્ષિત રાખવા અને ઇઝરાયલીઓ અને પેલેસ્ટિનિયનો વચ્ચે કાયમી શાંતિનો માર્ગ મોકળો કરવાના હેતુથી લેવાયેલું એક ઐતિહાસિક પગલું હોવાનું કહેવાય છે. આ નિર્ણય બંને દેશોના લોકોના સમાન અધિકારોને જાળવી રાખવાના વ્યાપક આંતરરાષ્ટ્રીય પ્રયાસના ભાગ રૂપે કરવામાં આવી છે.

ગાઝામાં બગડતી પરિસ્થિતિ, વેસ્ટ બેન્કમાં ઇઝરાયલી વસાહતોના વિસ્તરણ અને હમાસ દ્વારા કેદમાં રખાયેલા બંધકોના સ્થિતી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડા પ્રધાન સ્ટાર્મરે ગત જુલાઈમાં વચન આપ્યું હતું અને પુનરોચ્ચાર કર્યો હતો કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને માટે શાંતિપૂર્ણ ભવિષ્યને ટેકો આપવાની યુકેની નૈતિક જવાબદારી છે.

યુકે સરકારે કહ્યું હતું કે પેલેસ્ટાઇનને માન્યતા આપવી તે પેલેસ્ટાઇનના લોકોના સ્વ-નિર્ણયના અવિભાજ્ય અધિકારની પુષ્ટિ કરે છે.

સ્ટાર્મરે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પગલું હમાસ વિશે નથી, તેમણે હમાસને એક ક્રૂર આતંકવાદી સંગઠન તરીકે વર્ણવ્યું હતું જેનું વિઝન શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની વિરુદ્ધ છે. તેમણે બંધકોની તાત્કાલિક અને બિનશરતી મુક્તિ, દુશ્મનાવટનો અંત, ગાઝા પર શાસન કરવામાં હમાસની કોઈ ભૂમિકા રહેશે નહીં તે સ્વીકારવાની અને સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણની માંગ કરી હતી.

યુકેના વધુ પગલાં અપેક્ષિત છે, જેમાં હમાસના વરિષ્ઠ નેતાઓ સામે પ્રતિબંધો અને બંધકોની મુક્તિને સુરક્ષિત કરવાના સતત પ્રયાસો શામેલ છે.

ઇઝરાયલની સુરક્ષા માટે અડગ સમર્થનની પુષ્ટિ કરતી વખતે, યુકે સરકારે ઇઝરાયલી સરકારને ગાઝા પર તેના આક્રમણને રોકવા, માનવતાવાદી સહાયની પહોંચને મંજૂરી આપવા અને વેસ્ટ બેન્કમાં  ગેરકાયદેસર ઇઝરાયેલી વસાહતના વિસ્તરણને રોકવા માટે પણ હાકલ કરી હતી.

યુકેનું આ પગલું ઇઝરાયલી અને પેલેસ્ટિનિયન બંનેના અધિકારોને સમર્થન આપતા સંતુલિત અભિગમ અને લાંબા ગાળાની શાંતિના માર્ગ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

LEAVE A REPLY