દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટન મિથુન મન્હાસ રવિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. ૪૫ વર્ષીય મન્હાસ બોર્ડના ૩૭મા પ્રમુખ બન્યાં છે. તેઓ રોજર બિન્નીનું સ્થાન લેશે. બિન્ની ગયા મહિને ૭૦ વર્ષના થયા બાદ રાજીનામું આપ્યું હતું.
૧૯૯૭-૯૮ અને ૨૦૧૬-૧૭ વચ્ચે ૧૫૭ ફર્સ્ટ-ક્લાસ, ૧૩૦ લિસ્ટ A અને ૫૫ IPL મેચોમાં ભાગ લેનાર આ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર આ મહિનાની શરૂઆતમાં અનૌપચારિક બેઠક બાદ સર્વસંમતિથી પસંદગી તરીકે ઉભરી આવ્યા હતાં.
બોર્ડની વાર્ષિક સામાન્ય સભા (AGM)એ નીતુ ડેવિડના સ્થાને મહિલા પસંદગી પેનલના અધ્યક્ષ તરીકે અમિતા શર્માની નિમણૂકની પણ પુષ્ટિ આપી હતી. 116 ODI રમનાર ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલરનો કાર્યકાળ 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર દરમિયાન ભારત અને શ્રીલંકામાં યોજાનાર મહિલા વર્લ્ડ કપ પછી શરૂ થશે.
પંજાબ ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ તરીકે AGMમાં હાજરી આપતા ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે કહ્યું કે બોર્ડના સુકાન પર એક ક્રિકેટર હોવું એ એક સકારાત્મક પગલું છે. કોઈ ક્રિકેટર ક્રિકેટ સંસ્થાનું નેતૃત્વ કરે છે, ત્યારે તેનો અનુભવ અને અન્ય ગુણો મદદ કરે છે. આ એક સારો નિર્ણય છે અને છેલ્લા ત્રણ ટર્મથી આવું થઈ રહ્યું છે જે ક્રિકેટરો માટે અને રમતને કંઈક પાછું આપવા માટે તેના માટે એક મહાન બાબત છે
