ભારતમાં પ્રોપર્ટી અને સર્વિસ સંબંધિત ગ્રાહક ફરિયાદોના નિવારણ માટે વધુને વધુ બિનનિવાસી ભારતીયો (NRIs) સરકારના ઈ-જાગૃતિ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છે. અત્યાર સુધી આશરે 59થી વધુ એનઆરઆઇએ આ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયના સચિવ નિધિ ખરેએ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ના નવી દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આ ડિજિટલ પહેલથી વિદેશમાં રહેતા ગ્રાહકો ભારતમાં શારીરિક હાજરી કે કાનૂની પ્રતિનિધિત્વની જરૂર વગર કેસ લડી શકે છે.શાંઘાઈની એક મહિલાએ અમને ફોન કર્યો હતો અને કહ્યું કે તેણીએ તેના માતાપિતા માટે એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે, અને કેટલીક સમસ્યાઓ હતી, અને તે આ કેસ લડવા માંગતી હતી. મને કોઈ વકીલની જરૂર નથી, પરંતુ હું શાંઘાઈમાં બેસીને આ કેસ લડવા માગું છું. અમે ઈ-જાગૃતિ દ્વારા તેને સરળ બનાવી રહ્યા છીએ.
સચિવે જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ વિડીયો કોન્ફરન્સ દ્વારા સુનાવણીઓ ચલાવી રહ્યું છે, જે ફરિયાદીઓને બીજા દેશોમાંથી પણ ભાગ લેવાની મંજૂરી આપે છે. ગ્રાહક સુરક્ષા માળખામાં ત્રણથી પાંચ મહિનામાં વિવાદોનું નિરાકરણ લાવવામાં આવે છે. અમે વિશ્વના વિવિધ ભાગોમાં બેઠેલા લગભગ 56 NRIને સેવા આપી રહ્યાં છીએ અને ભારતમાં તેમના કેસ લડી રહ્યા છીએ.
ઈ-જાગૃતિ સિસ્ટમ માત્ર સરળ ફરિયાદ નિવારણ વ્યવસ્થાતંત્ર નથી, તેમાં ગ્રાહકોને વળતર પણ મળે છે. ઈ-જાગૃતિ એ ગ્રાહક બાબતોના વિભાગ હેઠળ એક વ્યાપક ડિજિટલ પહેલ છે જે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ગ્રાહક વિવાદ નિવારણ કમિશનને નેટવર્ક કરે છે.આ પ્લેટફોર્મ ગ્રાહકોને ઓનલાઈન ફરિયાદો નોંધાવવા, કેસની સ્થિતિ ટ્રેક કરવા અને તેમના અધિકારો અને ફરિયાદ નિવારણ પ્રક્રિયા વિશેની માહિતી મેળવવા સક્ષમ બનાવે છે.
