સેવા ઇન્ટરનેશનલ યુએસએ – હ્યુસ્ટન, સેવા ફેમિલી સર્વિસીસ અને સિનિયર્સ સેવા ટીમ દ્વારા હરિયાળી આવતીકાલ માટે સેવા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. એન્વાયર્નમેન્ટ સસ્ટેઇનીબીલીટી પર કેન્દ્રિત 9/11 ડે ઓફ સર્વિસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.
ડૉ. સોનલ ગુપ્તાએ ધાર્મિક ભાનને વિજ્ઞાન સાથે મિશ્રિત કરવા સાથે કરિયાણાની બેગ્સનો સજાવટ માટે ઉપયોગ કરવાની આનંદદાયક વ્યવહારુ પ્રવૃત્તિ સુધીના વિષય પર મુખ્ય ભાષણ અપ્યું હતું. બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ સેવા, સર્જનાત્મકતા અને સસ્ટેઇનીબીલીટીની ભાવનાની ઉજવણી કરી હતી.
કાર્યક્રમનો અંત ઉપસ્થિત દરેક વ્યક્તિએ સેવા સસ્ટેનેબિલિટીની પ્રતિજ્ઞા પર હસ્તાક્ષર કરીને કર્યો હતો અને સ્વસ્થ ગ્રહ માટે ઓછા ઉપયોગ, પુનઃઉપયોગ અને રિસાયકલનું વચન આપ્યું હતું. સૌએ સાથે મળીને સાબિત કર્યું હતું કે નાના પગલા મોટી અસર કરે છે.
