સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલે નેશનલ આયુર્વેદિક મેડિકલ એસોસિએશન (NAMA) અને કેલિફોર્નિયા એસોસિએશન ઓફ આયુર્વેદિક મેડિસિન (CAAM) સાથે ભાગીદારીમાં આયુર્વેદ દિવસની ઉજવણી કરી હતી.
કોન્સ્યુલ જનરલ ડૉ. કે. શ્રીકર રેડ્ડીએ વૈશ્વિક સ્તરે આયુર્વેદ અને સર્વાંગી સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના આયુષ મંત્રાલયની પહેલ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે લોકો અને પૃથ્વિ ગ્રહ બંને માટે નિવારક સાર સંભાળ, સસ્ટેઇનીબીલીટી અને સુખાકારીમાં આયુર્વેદની વધતી જતી સુસંગતતા પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં ડૉ. આનંદ ધ્રુવ (UCSF ઓશર સેન્ટર ફોર ઇન્ટિગ્રેટિવ મેડિસિન), ડૉ. નીતા જૈન (સટર હેલ્થ), ડૉ. રુચા કેલકર (પ્રેસિડેન્ટ, NAMA), અને શ્રીમતી મંજુ કોલી (પ્રેસિડેન્ટ, CAAM) સહિતના અગ્રણી નિષ્ણાતો સાથે પેનલ ચર્ચા યોજાઈ હતી. મોડર્ન મેડીસીન સાથે આયુર્વેદના એકીકરણ અને સમકાલીન આરોગ્ય પડકારોને સંબોધવામાં તેની ભૂમિકા પર ચર્ચાઓ કેન્દ્રિત રહી હતી.
આ કાર્યક્રમમાં GIST ના “ન્યુટ્રીશન 360” નું પણ લોન્ચિંગ થયું હતું જે એકીકૃત પોષણ, જીવનશૈલી સંતુલન અને સમુદાય સુખાકારીને પ્રોત્સાહન આપતી એક નવી પહેલ છે.
