યુએસ-ઈન્ડિયા કોમ્યુનિટી ફાઉન્ડેશન (USICF) દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી માટે ઇલિનોઇના નેપરવિલે સ્થિત ધ મેટ્રિક્સ ક્લબ ખાતે એક ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવો, સાંસ્કૃતિક નેતાઓ અને સેંકડો ભારતીય અમેરિકનો આ ઉજવણી માટે ભેગા થયા હતા.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સંસદ સભ્ય શ્રી પુરુષોત્તમ રૂપાલા અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે શિકાગો સ્થિત ભારતના કોન્સ્યુલ જનરલ સોમનાથ ઘોષ જોડાયા હતા. ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન (FIA), ABVP, ધર્મ-આધારિત જૂથો અને સમુદાય સંગઠનોના નેતાઓએ પણ હાજરી આપી હતી.
ડૉ. બારાઈએ ઉજવણીના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે “આ ફક્ત વડા પ્રધાન મોદીજીનું સન્માન કરવા વિશે નથી, પરંતુ ભારત-અમેરિકાના સંબંધોને મજબૂત બનાવવામાં ભારતીય ડાયસ્પોરાની અસાધારણ ભૂમિકાને પણ ઓળખવાનો છે.”
શ્રી રૂપાલાએ મોદીના પરિવર્તનશીલ નેતૃત્વની પ્રશંસા કરી તેમને એક વૈશ્વિક રાજનેતા ગણાવ્યા હતા, જેમણે ભારતની ઓળખને ફરીથી વ્યાખ્યાયિત કરી છે.
કોન્સ્યુલ જનરલ ઘોષે પણ આ જ ભાવના વ્યક્ત કરી, વિદેશમાં ભારતની પ્રગતિને આગળ વધારવામાં ડાયસ્પોરાની મહત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.
આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રદર્શન, સંગીતમય શ્રદ્ધાંજલિ અને ડાયસ્પોરાની સિદ્ધિઓ પર પ્રતિબિંબ રજૂ કરવામાં આવ્યા હતા અને કેક કાપવામાં આવી હતી. તે સાંજે પ્રધાનમંત્રીના સ્વાસ્થ્ય અને સતત નેતૃત્વ માટે પ્રાર્થના સાથે સમાપ્ત થઇ હતી.
USICF, સાંસ્કૃતિક વારસાને જાળવવા અને ભારત-અમેરિકાના સહયોગને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત પ્લેટફોર્મ, ભવિષ્યની પેઢીઓ માટે ઓળખ અને સેવાના સેતુ તરીકે સેવા આપવાના તેના મિશનની પુનઃપુષ્ટિ કરી હતી.
