શ્રી સીતા રામ ફાઉન્ડેશન, યુએસએ દ્વારા હ્યુસ્ટનના સુગર લેન્ડના કોન્સ્ટેલેશન ફિલ્ડ ખાતે 14મા આંતરરાષ્ટ્રીય દિવાળી-દશેરા ઉત્સવનું આયોજન 4 ઓક્ટોબર, 2025 શનિવારના રોજ સાંજે 4થી રાતના 10 સુધી કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં હિપ-હોપ કલાકાર અને યોગ શિક્ષક એમસી યોગી માર્ગદર્શન અપશે. આ ઉત્સવની થીમ મહાકુંભ છે જેમાં સ્ટેજ નાટક, શક્તિશાળી શિવ તાંડવ નૃત્ય અને અખાડાઓનું પ્રદર્શન કરતો ફ્લોટ હશે. તો ભવ્ય પરેડમાં નૃત્ય, સંગીત અને સાંસ્કૃતિક પ્રદર્શનો સાથે 40થી વધુ રંગબેરંગી ફ્લોટ્સ રજૂ થશે. બાળકો માટે પ્લે ઝોન, 14 વર્ષ સુધીના લોકો માટે કોસ્ચ્યુમ સ્પર્ધા, સુંદરકાંડ જાપ, રામલીલા નાટક અને મહા આરતી, વિવિધ સ્ટોલ્સ અને સ્વાદિષ્ટ ભારતીય ભોજનનો લાભ મળશે.
- પ્રકાશના તહેવાર દિવાળી પ્રસંગે શિકાગોને રોશનીથી સજાવવા માટે ઇલિનોઇ સ્ટેટના સહયોગથી FIA શિકાગો અને INDO-US લાયન્સ દ્વારા દિવાળીની ઉજવણીના કાર્યક્રમનું આયોજન તા. 8 ઓક્ટોબર, 2025ના રોજ બપોરે 2થી 4 દરમિયાન ડેલી પ્લાઝા, 118 ક્લાર્ક સ્ટ્રીટ, શિકાગો, IL 60602 ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: સુનિલ શાહ: 847 309-4462.
