પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના ડેટા મુજબ 2023માં ગુજરાતમાં હિંસક ગુનાની આશરે 8,900 ઘટનાઓ નોંધાઈ હતી, જે અગાઉની વર્ષના 9,015 ઘટનાની તુલનાઓ 39 ટકા ઓછી છે. રાજ્યમાં પ્રતિ લાખની વસ્તીએ હિંસક ગુનાઓનો દર રાષ્ટ્રીય દર કરતા અડધા કરતાં પણ ઓછો રહ્યો હતો.

7.17 કરોડની વસ્તીના અંદાજ મુજબ એક લાખની વસ્તી દીઠ 12.5 હિંસક ગુના નોંધાયા હતાં. આની સામે રાષ્ટ્રીય હિંસક ગુનાનો દર 31.2 ટકા છે. દેશના 28 રાજ્યોમાંથી ફક્ત નાગાલેન્ડ (6.5) અને આંધ્રપ્રદેશ (12.1)માં માં 2023માં ગુજરાત કરતા ગુના દર ઓછો નોંધાયો હતો. આવા કેસમાં સમગ્ર દેશમાં ચાર્જશીટ દર 74.1 ટકા રહ્યો હતા, જ્યારે ગુજરાતમાં સરેરાશ 83.8 ટકા જેટલો અસરકારક રહ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો રાજ્યની પોલીસે 83.9 ટકા હિંસક ગુનાની તપાસ કરીને ચાર્જશીટ દાખલ કરી હતી.

LEAVE A REPLY