સેન્ટ્રલ ફિલિપાઇન્સમાં બુધવારે આવેલા 6.9ની તીવ્રતા શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા 69ના મોત થયા હતાં અને 150થી વધુ લોકો ઘાયલ થયા હતાં. ભૂકંપથી ભારે વિનાશ સર્જાયો હતો. છેલ્લા એક દાયકામાં દેશમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. સેબુ ટાપુના કિનારે આવેલા ભૂકંપના કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી અને ઘણી ઇમારતોને નુકસાન થયું હતું.
ફિલિપાઇન્સના કોસ્ટ ગાર્ડે ડઝનબંધ ડોકટરો, નર્સો અને અન્ય તબીબી કર્મચારીઓને લઈને એક જહાજ બોગો જવા રવાના કર્યું. પ્રેસિડન્ટ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે બચી ગયેલા લોકોને ઝડપી સહાયની ખાતરી આપી હતી.
બોગોની નજીક સાન રેમિગિયો મ્યુનિસિપાલિટીના મેયર મારિયાનો માર્ટિનેઝે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ૧૧ લોકોના મોત થયા છે, જેમાં ૧૨ વર્ષની ઉંમરના લોકોનો સમાવેશ થાય છે અને મૃત્યુઆંક વધવાની ધારણા છે.
ભૂકંપ દેખરેખ એજન્સીઓએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિમીની ઊંડાઈએ હતી., અને અનેક આફ્ટરશોક્સ આવ્યાં હતાં.
ભૂકંપ એટલો તીવ્ર હતો કે ઘણી ઇમારતો, ખાસ કરીને જૂની ઇમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. ફિલિપાઇન્સના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવ ટીમો દિવસ-રાત કામ કરી રહી છે.
