પાપા જોન્સ ઇન્ડિયાએ ભારતના બેંગલુરુમાં ઇન્દિરાનગર, હેન્નુર, ઇલેક્ટ્રોનિક સિટી અને સરજાપુર રોડમાં ચાર નવા રેસ્ટોરાં સાથે બિઝનેસનો પ્રારંભ કર્યો છે, જે ભારતીય ગ્રાહકો માટે શ્રેષ્ઠ પિત્ઝા આપવા આતુર છે, આ ઉપરાંત તેઓ દેશવ્યાપી વિસ્તરણની યોજના ધરાવે છે. ભારતમાં પાપા જોન્સની મુખ્ય ફ્રેન્ચાઇઝી પીજેપી ફૂડ્સ ઇન્ડિયા (પીજેપી ઇન્વેસ્ટમેન્ટ્સ ગ્રુપ અને એમ્બ્રોસિયા ક્યુએસઆર વચ્ચેનું સંયુક્ત સાહસ) દ્વારા આ બિઝનેસ સંચાલિત છે. બેંગલુરુમાં તમામ રેસ્ટોરાં હેન્નુરના એક કેન્દ્રીય ક્વોલિટી કંટ્રોલ સેન્ટર (QCC) સાથે જોડાયેલા રહેશે. આ તમામ આઉટલેટ્સમાં ગુણવત્તા જળવાય તે માટે પાપા જોન્સ દ્વારા જરૂરી સામગ્રી દરરોજ તૈયાર કરવામાં આવે છે. ભારતમાં આ પ્રારંભની ઉજવણી કરવા માટે, પાપા જોન્સ દ્વારા અભિનેતા, ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રીએટર દાનિશ સૈત સાથે સહયોગ કરવામાં આવ્યો છે. આ લોન્ચિંગ અવસરે પીજેપી ઇન્વેસ્ટમેન્ટ્સ ગ્રુપના ગ્રુપ સીઈઓ તપન વૈદ્યએ કહ્યું હતું કે, ‘આ અમારા માટે ગર્વની ક્ષણ છે, કારણ કે અમે ભારતીય ગ્રાહકો સુધી પાપા જોન્સને પહોંચાડીએ છીએ. અમારા પિત્ઝા ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સામગ્રી સાથે તૈયાર કરવામાં આવે છે. અમને વિશ્વાસ છે કે તે ગ્રાહક સંતોષ આપશે અને ભારતમાં મજબૂત આકર્ષણ ઊભું કરશે. આ લોંન્ચિગ માટે બેંગલુરુ એક યોગ્ય શહેર છે, અને અમે દેશભરમાં ઝડપથી વિસ્તરણ કરવા આતુર છીએ.’

LEAVE A REPLY