યુએસ
યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલ REUTERS/Elizabeth Frantz/File Photo

અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે બુધવાર, 29 ઓક્ટોબરે વ્યાજદરમાં વધુ 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આનાથી પોલિસી રેટ્સ 3.75થી 4 ટકાની રેન્જમાં આવી ગયા હતાં. ઓક્ટોબર 2025ન માટેની બેઠક ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ દેશમાં ફુગાવાના ઊંચા સ્તરને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં બીજી વખત ઘટાડો કર્યો હતો.

યુએસ સરકારના સંપૂર્ણ શટડાઉન વચ્ચે આર્થિક ડેટા ઉપલબ્ધ બન્યા હતાં અને તેનાથી ભાવિ રેટકટને અસર થવાની ધારણા છે. ડિસેમ્બર 2024 પછી ફેડરલ રિઝર્વે અગાઉ સપ્ટેમ્બર 2025માં વ્યાજદરમાં પ્રથમ વાર ઘટાડો કર્યો હતો. ફેડના FOMCના કુલ 12 સભ્યોમાંથી, દસ સભ્યોએ વર્તમાન નાણાકીય નીતિના પગલાની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે સભ્યે વ્યાજદરમાં 0.50 ટકાનો ઘટાડો કરવાની તરફેણ કરી હતી.

યુએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે ભવિષ્યમાં વ્યાજ દરમાં ઘટાડો એ પૂર્વનિર્ધારિત નિષ્કર્ષ નથી અને વાસ્તવિકતા અલગ છે.સમિતિએ ‘ડિસેમ્બર વિશે કોઈ નિર્ણય’ લીધો નથી અને આવનારા ડેટાના વિશ્લેષણને આધારે નિર્ણય કરાશે.પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓને કારણે ફુગાવામાં ધારણા મુજબ ઉછાળો આવ્યો નથી. ઓગસ્ટમાં ફુગાવો 2.7 ટકા હતી, જે એપ્રિલમાં 2.3 રહ્યો હતો.

LEAVE A REPLY