(ANI Photo)

બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજ્ય પછી લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ઝગડાએ રવિવારે વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું. લાલુ યાદવને કીડનીનું દાન આપનારી તેમની મોટી પુત્રી રોહિણીએ સોશિયલ મીડિયા પર શ્રેણીબદ્ધ પોસ્ટ મૂકીને ખાસ કરીને તેમના ભાઇ તેજસ્વી યાદવ સામે ગંભીર આક્ષેપો કર્યો હતો.

અગાઉના દિવસે પરિવાર તથા પક્ષ સાથે સંબંધ સમાપ્ત કરવાની જાહેરાત કરનારી રોહિણી આચર્યાએ જણાવ્યું હતું કે કે ગઇકાલે એક પુત્રી, એક બહેન, એક પરિણીત મહિલા, એક જનેતાનું અપમાન કરવામાં આવ્યું. ગંદી ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી લીધી. મેં મારા આત્મસન્માન સાથે બાંધછોડ ન કરી તેના કારણે મારું અપમાન કરાયું. મારે મારું પિયર છોડવું પડ્યું. મને અનાથ બનાવી દીધી હતી.

એવું માનવામાં આવે છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના કારમા પરાજય બાદ તેજસ્વી યાદવ અને તેમની બહેન રોહિણી આચાર્ય સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેજસ્વીએ ચૂંટણીમાં હાર માટે રોહિણીને જવાબદાર ઠેરવી હતી. આ પછી તેજસ્વીએ ગુસ્સામાં તેના પર ચંપલ ફેંક્યું હતું અને દુર્વ્યવહાર કર્યો કર્યો હતો.

રોહિણી આચાર્યની આ પોસ્ટથી બિહારના રાજકારણમાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયું હતો. લાલુ પરિવારમાં વિવાદનું મુખ્ય કારણ સંજય યાદવ અને રમીઝ નામના બે નેતા હોવાનું માનવામાં આવે છે.

આ વિધાનસભા ચૂંટણી પહેલા જ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને પક્ષમાં હાંકી કાઢવામાં આવ્યા હતા. આટલું ન નહીં પરિવાર સાથે સંબંધ સમાપ્ત થવાના કારણે તેજ પ્રતાપ યાદવે પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવી ચૂંટણી લડી. તેમણે પણ તેજસ્વી યાદવના નજીકના ગણાતા સંજય યાદવ જ આરોપો લગાવ્યા હતા.

LEAVE A REPLY