(Photo by Leon Neal/Getty Images)

યુકે સરકારે કોવિડ-19 કટોકટીમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં સરકારની શિથિલતા અંગે નિમેલી તપાસ સમિતિના તારણો મુજબ સરકારે એક સપ્તાહ વહેલો લોકડાઉનનો નિર્ણય લીધો હોત તો પણ કોવિડના કારણે થયેલા મૃત્યુના પ્રમાણમાં 48 ટકાનો ઘટાડો થઈ શક્યો હોત. સમસ્યાની ગંભીરતા સમજવામાં અને તેનો મુકાબલો કરવા માટેના નિર્ણયોમાં શિથિલતાની સૌથી વધુ ગંભીર અસર દેશના પાકિસ્તાની અને બાંગ્લાદેશી સમુદાયને થયાનું અહેવાલના તારણો દર્શાવે છે.

ગયા ગુરુવારે (20મીએ) પ્રકાશિત થયેલા 800 પાનાના અહેવાલના તારણો દર્શાવે છે આ સંકટે લાંબા સમયથી ચાલી રહેલી વંશીય અસમાનતાઓ વધુ ગંભીર બનાવી દીધી હતી અને ઘણા લઘુમતી પરિવારોને વધુ નુકસાન થયું હતું, તો સાથે સાથે સરકારી નિર્ણયોથી તેમને રક્ષણ પણ ઓછું મળ્યું હતું.

બાંગ્લાદેશી અને પાકિસ્તાની સમુદાયના પરિવારોને સૌથી વધુ ગંભીર અસર થઈ હતા, જેમાં સામાજિક-આર્થિક ગેરલાભ, ફ્રન્ટલાઈન વ્યવસાયો, ગીચ રહેઠાણો અને સમર્થનની નબળી સુલભતાના કારણો જવાબદાર હતા. ખાસ કરીને બાંગ્લાદેશી અને પાકિસ્તાની સમુદાયો માટે મૃત્યુનું વધુ જોખમ હતું તે માત્ર સ્વાસ્થ્ય પરિબળોના કારણે જ નહીં, પરંતુ વ્યાપક સામાજિક પરિસ્થિતિના કારણે પણ હતું.

શરૂઆતના સત્તાવાર આકલનોમાં આ જૂથો ઉપર ઓછા જોખમોનું આકલન કરાયું હતું અને જોખમનું ખરૂ પ્રમાણ પ્રથમ વેવ દેશભરમાં ફેલાયો ત્યારે જ સ્પષ્ટ થઈ હતી.

તપાસના અધ્યક્ષા બેરોનેસ હેથર હેલેટે જણાવ્યું હતું કે સરકારે “યુકે સામેના જોખમનું સ્તર અને આફત તેમજ પ્રતિસાદમાં તાકીદ લાવવાની જરૂરિયાતના અંદાજ”માં “ગંભીર નિષ્ફળતા” દર્શાવી હતી.તપાસના તારણો અનુસાર લોકડાઉન 23 માર્ચ કરતાં એક સપ્તાહ વહેલું લાદવામાં આવ્યું હોત, તો જુલાઈ 1, 2020 સુધીમાં એકલા ઇંગ્લેન્ડમાં પ્રથમ વેવમાં મૃત્યુની સંખ્યામાં 48 ટકાનો ઘટાડો થઈ શક્યો હોત.

દેશમાં મહામારીના મુકાબલા માટેની તૈયારીઓ “ભયાનક રીતે અપુરતી” હતી. અધ્યક્ષાએ તત્કાલીન વડા પ્રધાન બોરિસ જોન્સનની સરકારની આકરી ટીકા કરી હતી. પ્રારંભિક પ્રતિસાદમાં તાકીદનો અભાવ હતો, અને વૈજ્ઞાનિકોની ચેતવણીઓ પર ઝડપથી કાર્યવાહી કરાઈ નહોતી.

અહેવાલના નિષ્‍કર્ષ મુજબ જોન્‍સન સરકારનું વલણ રેઢિયાળ ના હોત અને નિર્ણયો લેવામાં વિલંબ ન થયો હોત તો આશરે ૨૩,૦૦૦ લોકોના જીવ બચાવી શકાયા હોત.સમગ્ર બ્રિટનમાં કોવિડને કારણે કુલ ૨૩૨,૧૧૨ લોકોના મોત થયા હતા. તપાસમાં જાણવા મળ્‍યું છે કે નિયમો બનાવવામાં વિલંબ અને સરકારની બેદરકાર અને રેઢિયાળ કાર્યશૈલીને કારણે સમસ્‍યા વધુ વકરી હતી. હીથર હેલેટે જણાવ્‍યું કે, બોરિસ જોન્‍સન ૨૦૨૦ની શરૂઆતમાં કોરોના વાઇરસના ખતરાનું યોગ્‍ય આકલન કરવામાં નિષ્‍ફળ રહ્યા હતા. જે સમયે મહામારીને પહોંચી વળવા માટે પૂરી તાકાત લગાવવી જોઈતી હતી, તે સમયે સરકાર યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનને અલગ કરવાની (બ્રેક્‍ઝિટ) પ્રક્રિયા જેવા અન્‍ય કાર્યોમાં વ્‍યસ્‍ત હતી.

રીપોર્ટમાં સૌથી મોટો ખુલાસો લોકડાઉન અંગે કરાયો હતો. જોન્‍સને ૨૩ માર્ચ, ૨૦૨૦ના રોજ દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી, પરંતુ ત્‍યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્‍યું હતું. સરકારે માત્ર એક અઠવાડિયા પહેલા – ૧૬ માર્ચે લોકડાઉન જાહેર કર્યું હોત તો પણ કદાચ ૨૩,૦૦૦ લોકોના જીવ બચાવી શકાયા હોત.

તપાસમાં કોવિડ પ્રતિબંધો દરમિયાન વડાપ્રધાનના આવાસે થયેલી પાર્ટીઓ અને ખુદ જોન્‍સને નિયમોનો ભંગ કરીને લંડનની બહાર જવા જેવી ઘટનાઓએ જનતામાં ખોટો સંદેશો મોકલ્‍યો હતો. આ તપાસનો આદેશ ખુદ બોરિસ જોન્‍સને જ મે ૨૦૨૧માં આપ્‍યો હતો.​27-Boris.jpg

LEAVE A REPLY