મિસરી
ANI Photo)

ગુજરાતી ફિલ્મ ‘મિસરી’ તાજેતરમાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં પ્રેમ, હાસ્ય ને મીઠાશની વાત છે. ફિલ્મનું દિગ્દર્શન કુશલ એમ. નાયકે કર્યું છે અને પ્રોડ્યુસર કૃપા સોની તથા સંજય સોની છે.

કલાકારોમાં રોનક કામદાર, માનસી પારેખ, ટીકુ તલસાણીયા, પ્રેમ ગઢવી, કવિ શાસ્ત્રી તથા કૌસંબી ભટ્ટ, બાળ કલાકાર પ્રિન્સી પ્રજાપતિ અને હિતુ કનોડિયાનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં કોન્ટ્રાકટ લવથી સાચા પ્રેમ સુધીની સફર દર્શાવવામાં આવી છે. તેમાં કોમેડી અને ઈમોશન્સ પણ છે.

ફિલ્મમાં ‘અર્જુન’નું પાત્ર રોનક કામદારે ભજવ્યું છે, જ્યારે પોટરી ઇન્સ્ટ્રક્ટર પૂજાનું પાત્ર નેશનલ એવોર્ડ વિજેતા માનસી પારેખે ભજવ્યું છે. ટીકુ તલસાણીયા કોમેડીના રોલમાં છે. આ ફિલ્મની કહાની મુજબ, અર્જુન એક આશિક અને પાર્ટ-ટાઈમ ફોટોગ્રાફર પણ છે.

તે એક લગ્ન સમારંભમાં પૂજાને મળે છે અને ૩ દિવસ સુધી બંને સાથે મોજ-મસ્તી કરવાનું વચન આપે છે. ત્રીજા દિવસે જ્યારે પૂજા ગાયબ થઇ જાય છે ત્યારે અર્જુન એને શોધે છે. આ વખતે તેને ખબર પડે છે કે પૂજાને તો એક દીકરી પણ છે. હવે કહાનીમાં આગળ શું થાય છે તે જાણવા આ ફિલ્મ જોવી રહી. આ ફિલ્મના ટાઇટલ સોંગમાં સોનુ નિગમનો સ્વર છે અને માનસી પારેખે બે ગીતમાં સ્વર આપ્યો છે.

LEAVE A REPLY