) (Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ અને દિગ્દર્શક રાજ નિદિમોરુએ સોમવારે સવારે તમિલનાડુના કોઈમ્બતુરમાં ઈશા ફાઉન્ડેશનના લિંગ ભૈરવી મંદિરમાં લગ્ન કર્યા હતા. તેઓ લગ્ન સમારોહ માટે રવિવારે સાંજે કોઈમ્બતુર પહોંચ્યા હતાં.સામંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ બંનેના આ બીજા લગ્ન છે. સામંથાએ અગાઉ નગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. તેઓ 2017થી 2021 સુધી રહ્યા હતા અને બાદમાં છૂટાછેડા લીધા હતા. દક્ષિણની અભિનેત્રીના લગ્નના સમાચારે આજે ફિલ્મ ઉદ્યોગમાં હલચલ મચાવી દીધી હતી.

આ દંપતી 2024થી રિલેશનશિપમાં હોવાની અટકળો ચાલતી હતી, સામન્થા રૂથ પ્રભુએ તેના ઇન્સ્ટાગ્રામ ફીડ પર રાજ નિદિમોરુને તેના જીવનસાથી તરીકે સોફ્ટ લોન્ચ કર્યો હતો, પરંતુ તેઓએ ક્યારેય જાહેરમાં તેમના સંબંધની પુષ્ટિ કરી નથી. તેઓ પરિવારજનો સાથે રવિવારે સાંજે જ કોઇમ્બતુર પહોંચી ગયા હતા. સામંથા અને રાજ વેબ સિરીઝ ધ ફેમિલી મેન સિઝન 2 અને સિટાલડેલ: હની બન્નીમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ સિવાય પણ કેટલાક પ્રોજેક્ટમાં તેઓ સાથે કામ કરી ચૂક્યા છે.

રાજ નિદિમોરુએ 2015માં શ્યામલી દે સાથે લગ્ન કર્યા હતા. તેઓ વર્ષ 2022 સુધી સાથે હતાં અને બાદમાં છૂટાછેડા લઈ લીધા હતા. ત્યાર પછી નગા ચૈતન્યે પણ ડિસેમ્બર 2024માં પરિવારજનો અને અંગત મિત્રોની હાજરીમાં શોભિતા ધુલિપલા સાથે લગ્ન કર્યા હતાં.

LEAVE A REPLY