ચેન્નાઈમાં ગયા સપ્તાહે પુરી થયેલી જુનિયર વર્લ્ડ કપ હોકી સ્પર્ધામાં ભારતે ત્રીજા-ચોથા સ્થાન માટેના જંગમાં આર્જેન્ટીનાને 4-2થી હરાવી ત્રીજું સ્થાન અને બ્રોંઝ મેડલ હાંસલ કર્યા હતા.
એક તબક્કે બે ગોલથી પાછળ રહ્યા પછી ભારતીય ખેલાડીઓએ જુસ્સાભેર વળતું આક્રમણ કરી હરીફને 4-2થી હરાવ્યું હતું. ભારતીય ટીમ માટે આ એક ઐતિહાસિક સિધ્ધિ બની રહી છે. ભારતીય ટીમે છેલ્લા ક્વાર્ટરમાં ભારે વળતો મુકાબલો કરી હરીફ ટીમના મોંમાંથી વિજયનો કોળિયો ઝૂંટવી લીધો હતો. એક તબક્કે 0-2થી પાછળ રહેલી ભારતીય ટીમે ચારેય ગોલ કર્યા હતા.













