istock photo

ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબોરો કેમ્પસ નજીક 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરાઈ હતી. હુમલાખોર ફાયરિંગ કર્યા પછીથી ભાગી ગયો હતો. પોલીસે આરોપીને પકડવા માટે જનતાની મદદ માંગી હતી. ડોક્ટરલ વિદ્યાર્થી શિવાંક અવસ્થી મંગળવારે ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ટોરોન્ટોનો આ વર્ષનો 41મો હત્યાનો કેસ ગણાવ્યો હતો.

પોલીસે બુધવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે મંગળવારે, લગભગ બપોરે 3:34 વાગ્યે, હાઇલેન્ડ ક્રીક ટ્રેઇલ અને ઓલ્ડ કિંગ્સ્ટન રોડ વિસ્તારમાં હુમલાનો કોલ મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અધિકારીઓએ ગોળીબારમાં ઘાયલ થયેલા એક પુરુષ પીડિતને શોધી કાઢ્યો હતો. પીડિતને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરાયો હતો. પોલીસ આવે તે પહેલાં શંકાસ્પદ વ્યક્તિ આ વિસ્તારમાંથી ભાગી ગયો હતો.

ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે શિવાંક અવસ્થીના દુ:ખદ મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કરીને જણાવ્યું હતું કે તે તેમના પરિવારને જરૂરી સહાય પૂરી પાડી રહ્યું છે. યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો સ્કારબોરો કેમ્પસ નજીક થયેલી ગોળીબારની ઘટનામાં યુવા ભારતીય ડોક્ટરલ વિદ્યાર્થી શિવાંક અવસ્થીના દુ:ખદ મૃત્યુ પર અમે ઊંડો શોક વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં કોન્સ્યુલેટ શોકગ્રસ્ત પરિવારના સંપર્કમાં છે અને સ્થાનિક અધિકારીઓ સાથે ગાઢ સંકલનમાં જરૂરી તમામ સહાય પૂરી પાડી રહ્યું છે.

ગયા અઠવાડિયે ટોરોન્ટોમાં 30 વર્ષીય ભારતીય મહિલા હિમાંશી ખુરાનાની હત્યા કરાઈ હતી.સ્ટ્રેચન એવન્યુ અને વેલિંગ્ટન સ્ટ્રીટ ડબલ્યુ વિસ્તારમાં ગુમ થયાની ફરિયાદ નોંધાયાના એક દિવસ પછી, શનિવારે પોલીસે એક નિવાસસ્થાનેથી તેનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. પોલીસે આ કેસના શંકાસ્પદ 32 વર્ષીય અબ્દુલ ગફૂરી માટે ફર્સ્ટ-ડિગ્રી મર્ડર માટે વોરંટ પણ જારી કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ગફૂરી પણ ટોરોન્ટોનો રહેવાસી છે. ગફૂરી અને ખુરાના “ઘનિષ્ઠ રિલેશનશીમાં”માં હોવાનું કહેવાય છે.

LEAVE A REPLY