istock photo

કેનેડાની હોસ્પિટલના ઇમરજન્સી રૂમ વિસ્તારમાં સારવાર માટે આઠ કલાકથી વધુ રાહ જોયા બાદ 44 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. 22 ડિસેમ્બરે નોકરી દરમિયાન પ્રશાંત શ્રીકુમારને છાતીમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો હતો.

એક ક્લાયન્ટ તેમને દક્ષિણપૂર્વ એડમોન્ટનમાં ગ્રે નન્સ હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં પ્રશાંતનું ટ્રાયજ ખાતે ચેકિંગ કરાયું હતું અને પછી વેઇટિંગ રૂમમાં બેસાડવામાં આવ્યાં હતાં. આ દરમિયાન તેમના પિતા કુમાર શ્રીકુમાર આવી પહોંચ્યાં હતાં. પિતાને પ્રશાંતે જણાવ્યું હતું કે ‘પપ્પા, હું પીડા સહન કરી શકતો નથી. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG) કરાયો હતો અને રાહ જોવાનું કહ્યું હતું. સ્ટાફે પ્રશાંતને તેના દુખાવા માટે ટાયલેનોલ ટેબ્લેટ પણ આપી હતી.

પિતાએ જણાવ્યું હતું કે પ્રશાંતને સારવાર વિસ્તારમાં બોલાવવામાં આઠ કલાકથી વધુ સમય વીતી ગયો હતો. આ પછીના કદાચ ૧૦ સેકન્ડ બેસ્યા પછી ઊભો થયો હતો અને છાતી પર હાથ મૂક્યો અને બસ ઢળી પડ્યો હતો. નર્સોએ મદદ માટે બૂમ પાડી પણ ઘણું મોડું થઈ ગયું હતું. પ્રશાંતનું મૃત્યુ દેખીતી રીતે હૃદયરોગના હુમલાથી થયું હતું. પ્રશાંત પોતાની પત્ની અને ત્રણ બાળકોને વિલાપ કરતો મૂકીને જતો રહ્યો હતો.

 

LEAVE A REPLY