અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (AAPI) એ જાહેરાત કરી છે કે તેનું ગ્લોબલ હેલ્થ સમિટ (GHS) 2026 અગામી તા. 9 થી 11 જાન્યુઆરી દરમિયાન ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાશે, જેમાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સના સેંકડો ફિઝિશિયન્સ, એજ્યુકેટર્સ, રીસર્ચર્સ અને પબ્લિક હેલ્થ રીડર્સ એકઠા થશે.

KIIT યુનિવર્સિટી, કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (KIMS) અને અગ્રણી હેલ્થ કેર સંસ્થાઓના સહયોગથી આયોજિત આ ત્રણ દિવસીય સમિટનો હેતુ ભારત-યુએસ તબીબી સહયોગને મજબૂત બનાવવાનો અને સમુદાય-કેન્દ્રિત હેલ્થ કેરના ઉકેલોને આગળ વધારવાનો છે.

આ કાર્યક્રમમાં વૈજ્ઞાનિક CME સેશન્સ, વર્કશોપ, સર્જિકલ ડેમોન્સ્ટ્રેશન્સ અને ગ્લોબલ હેલ્થ પેનલ્સ, તબીબી પ્રેક્ટિસમાં અર્ટીફીર્શીયલ્સ ઇન્ટેલીજન્સ બાબતે ચર્ચા કરાશે. સ્પેશ્યાલીસ્ટ ટ્રેક ઇમરજન્સી મેડીસીન, ટીબી નાબૂદી, ડાયાબિટીસ, હેલ્થ કેરમાં મહિલા નેતૃત્વ અને સામૂહિક CPR તાલીમ અને વેક્સીનેશન ડ્રાઇવ જેવી યુવા જોડાણ પહેલને સંબોધિત કરાશે.

AAPI નેતાઓએ જણાવ્યું હતું કે આ સમિટ માત્ર એક શૈક્ષણિક પરિષદ તરીકે જ નહીં પરંતુ ક્ષમતા નિર્માણ, નવીનતાને પ્રોત્સાહન આપવા અને ભારત અને તેનાથી આગળ હેલ્થ કેર ડિલિવરીમાં સુધારો કરતી કાયમી ભાગીદારી બનાવવાના મિશન તરીકે ડિઝાઇન કરવામાં આવી છે.

વધુ વિગતો માટે, મુલાકાત લો : www.aapiusa.org

LEAVE A REPLY