હેલ્થ સેક્રેટરી

2019માં તેમના સાથીદારો પર બુલીઇંગ અને મેનેજર દ્વારા “રેસ કાર્ડ રમવા”નો આરોપ લગાવ્યા બાદ અન્યાયી રીતે બરતરફ કરવામાં આવેલા ભૂતપૂર્વ સિનિયર ક્લિનિકલ ડિરેક્ટર પ્રોફેસર તનવીર અહેમદને £450,000 ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલે સાંભળ્યું હતું કે યુનાઇટેડ લિંકનશાયર હોસ્પિટલ્સ NHS ટ્રસ્ટ (ULHT)  સામેના દાવાઓ “દુર્ભાવનાપૂર્ણ” હતા, અફવાઓ પર ખૂબ આધાર રાખતા હતા અને નોંધપાત્ર વિલંબ પછી તપાસ કરવામાં આવી હતી. અહેમદ સાથે નજીકથી કામ કરતા એક સાક્ષીએ આરોપોને “હાસ્યાસ્પદ” ગણાવ્યા હતા.

આંતરિક પ્રક્રિયા દરમિયાન, એક વરિષ્ઠ મેનેજર, માર્ટિન રેસને કહ્યું હતું કે અહેમદ “રેસ કાર્ડ રમવાનો પ્રયાસ કરશે”, જે ટિપ્પણીના કારણે ટ્રસ્ટ મુશ્કેલીમાં મુકાયું હતું. મૂળ તપાસમાં શિસ્તભંગના પગલાંની ભલામણ કરવામાં આવી ન હતી.

ટ્રિબ્યુનલે “સ્પષ્ટ ખામીઓ” અને અસમાન શિસ્તભંગ પ્રક્રિયાનો ઉલ્લેખ કરીને અહેમદને અન્યાયી રીતે બરતરફ કરવામાં આવ્યા હોવાનો ચુકાદો આપ્યો હતો. શરૂઆતમાં વળતર £250,000થી વધુ નક્કી કરવામાં આવ્યું હતું અને પછીથી તેને વધારીને £450,000 કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY