ઇંગ્લેન્ડ અને અને ફ્રાન્સ સહિત સમગ્ર ઉત્તર યુરોપમાં શુક્રવાર સવારે ત્રાટકેલા ‘સ્ટોર્મ ગોરેટી’ નામના વિન્ટર સ્ટોર્મથી ભારે બરફવર્ષા, વરસાદ અને તેજ પવનોથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. દક્ષિણ ઇંગ્લેન્ડ અને ઉત્તર ફ્રાન્સમાં હજારો ઘરો અને બિઝનેસ સ્થળો પર વીજળી ગુલ થઈ હતી. ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મનીમાં રેલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી અને હવાઇ સેવાઓ પર પ્રભાવિત થઈ હતી. ઇંગ્લેન્ડના સ્કોટલેન્ડ સ્કૂલો બંધ કરાઈ હતી.
દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડ અને દ્વીપસમૂહમાં આઇલ્સ ઓફ સિટીમાં પ્રતિ કલાક 159 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો અને ભારે બરફવર્ષા થઈ હતી. તેનાથી રસ્તાઓ બ્લોક થયાં હતાં અને વીજળી ગુલ થઈ હતી. ઘણા લોકો લોકો પાણી વગર રહ્યાં હતાં.
ઇંગ્લેન્ડના વીજળી ટ્રાન્સમિશન નેટવર્કનું સંચાલન કરતા નેશનલ ગ્રીડના જણાવ્યા અનુસાર દક્ષિણપશ્ચિમ ઈંગ્લેન્ડ, મિડલેન્ડ્સ અને વેલ્સમાં 57,000થી વધુ લોકો વીજળી વગર રહ્યાં હતાં. યુકેમાં સ્ટોર્મ પસાર થઈ રહ્યું ત્યારે તે આર્ક્ટિક હવાઓ સાથે અથડાયું હતું, જેનાથી ઉત્તરીય વિસ્તારોમાં બરફ અને દક્ષિણમાં ભારે વરસાદ પડ્યો હતો. ઉત્તર સ્કોટલેન્ડના લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. સ્કોટલેન્ડમાં આ અઠવાડિયાની શરૂઆતમાં અડધા મીટરથી વધુ બરફ પડ્યો છે. રસ્તા પરથી બરફને દૂર કરવા માટે સ્નોપ્લો ઓવરટાઇમ કામ કરી રહ્યા છે, ત્યારે નવી મુશ્કેલી આવી હતી. સ્કોટલેન્ડમાં 250થી વધુ શાળાઓ શુક્રવારે બંધ રહી હતી. કેટલીક સ્કૂલો તો સતત પાંચમા દિવસે પણ બંધ રહી હતી.
સ્ટોર્મને કારણે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. નેશનલ રેલે સમગ્ર યુકેમાં મુસાફરી કરતાં પહેલા મુસાફરોને સ્થિતિથી માહિતી મેળવવાનો અનુરોધ કર્યો હતો. બરફને કારણે થોડા સમય માટે બર્મિંગહામ એરપોર્ટ બંધ કરાયું હતું અને પછી મર્યાદિત રન-વે કામગીરી સાથે ફરી ખોલવામાં આવ્યું હતું. અગાઉ બ્રિટનની નેશનલ વેધર સર્વિસ મેટ ઓફિસે ગુરુવારે રાત્રે દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડમાં હાઇએસ્ટ રેડ વેધર વોર્નિંગ જારી કરી હતી. જીવલેણ સ્થિતિ ઊભી થવાની પૂરી શક્યતા હોય ત્યારે દુર્લભ સંજોગોમાં આવી રેડ વોર્નિંગ જારી થતી હોય છે.
સ્ટોર્મ ગોરેટીને કારણે ઉત્તરપશ્ચિમ ફ્રાન્સમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. તેનાથી આશરે 3.80 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ હતી. જોકે શુક્રવારે સવાર સુધી કોઇ જાનમાલને નુકસાનના અહેવાલ મળ્યાં ન હતાં. રાષ્ટ્રીય પાવર ગ્રીડ ઓપરેટર એનેડિસના જણાવ્યા અનુસાર મોટાભાગે નોર્મેન્ડી પ્રદેશમાં વીજળી સપ્લાય કપાયો હતો. ફ્રાન્સની નેશનલ વેધર સર્વિસ મેટિયો-ફ્રાન્સે શિયાળુ તોફાન પહેલા વોર્નિંગ જારી કરીને લોકોને ઘરમાં જ રહેવાની તાકીદ કરી હતી. નોર્મેન્ડીના ગેટ્ટેવિલે-લે-ફારેમાં રાત્રે 213 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉત્તરપશ્ચિમ ફ્રાન્સમાં રિજનલ ટ્રેન સેવાઓ સ્થગિત કરાઈ હતી. હાઇ-સ્પીડ રેલ સેવાઓ કાર્યરત રહી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પેરિસ એરપોર્ટ પર વિમાન સેવા પર વધુ અસર ન થવાની ધારણા છે.













