પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાએ 50 ટકા ટેરિફ ટેરિફ લાદી હોવા છતાં માર્ચ 2026માં પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર વધીને 7.4 ટકા થવાનો સરકારને અંદાજ વ્યક્ત કર્યો હતો. મજબૂત ઘરેલુ માગ અને સરકારને ખર્ચને કારણે દેશનું આશરે 4 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર ઊંચી ગતિ સુધી વૃદ્ધિ માટે સજ્જ બન્યું છે.

નેશનલ સ્ટેટિસ્ટીક્સ ઓફિસના બુધવારના ડેટા મુજબ ચાલુ વર્ષે જીડીપીમાં 7.4 ટકાનો વધારો થયો છે, જે 6.3થી 6.8 ટકાના સરકારના પ્રારંભિક અંદાજ કરતાં વધુ છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ભારે ટેરિફ અને અનિશ્ચિત વૈશ્વિક પૃષ્ઠભૂમિનો સામનો કરી રહ્યાં છે ત્યારે ગયા વર્ષે વૃદ્ધિને ટેકો આપવા માટે સ્થાનિક આર્થિક સુધારાઓને વેગ આપ્યો હતો, જેમાં સેંકડો વસ્તુઓ પર ગ્રાહક કરમાં ફેરફાર અને લાંબા સમયથી વિલંબિત શ્રમ સુધારાઓનો અમલ શામેલ હતો.

ભારતના અર્થતંત્રે 2024-25માં 6.5 ટકા અને 2023-24માં 9.2 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. સરકારે ગયા મહિને કહ્યું હતું કે ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. જોકે આ અંગે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા પુષ્ટિ મળવાની બાકી છે.

ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે પણ મંગળવારે કહ્યું હતું કે દેશનો જીડીપી ગ્રોથ આગામી નવા નાણાકીય વર્ષ 2026-27માં 6.9 ટકા રહેવાનો અંદાજ છે. જીએસટીમાં સુધારા, આવકવેરામાં ઘટાડા અને વિવિધ દેશો સાથે ટ્રેડ કરાર જેવા પગલાં અર્થતંત્રને ગતિ આપશે અને વૈશ્વિક ઊથલ-પાથલ સામે રક્ષણ આપશે. તેણે કહ્યું કે ચાલુ વર્ષ 2025-26માં જીડીપી ગ્રોથ 7.4 ટકા રહેશે અને નોમિનલ જીડીપી ગ્રોથ 9 ટકા રહેશે. રિપોર્ટ અનુસાર ભારતીય અર્થતંત્ર ‘ગોલ્ડીલોક્સ’ સિચ્યુએશનમાં છે જે આગામી વર્ષે પણ ચાલુ રહેશે. ગોલ્ડીલોક્સ પરિસ્થિતિ એટલે ઊંચો આર્થિક વૃદ્ધિદર અને નીચો રિટેલ ફુગાવાનો દર. તેના મતે આગામી વર્ષમાં રિટેલ ફુગાવાનો દર સરેરાશ 3.8 ટકા રહેશે. અમેરિકા સાથે ભારતનું ટ્રેડ ડીલ થશે અને ટેરિફ ઘટશે જે જીડીપી ગ્રોથ વધારશે.

LEAVE A REPLY